________________
૩૧૧
લગ્નનો દિવસ | નિકોલસ હવે બેભાન મેડલીનને હાથમાં ઊંચકીને નીચેના ઓરડામાં લઈ આવ્યો. મેડલીનની વફાદાર નોકરડી અને કેટ પાછળ પાછળ આવ્યાં. નોકરડીને નિકોલસે જલદી ઘોડાગાડી લઈ આવવા કહ્યું.
રાફ અને ગ્રાઈડ બંને આ કારમાં બનાવની વાત સાંભળી આભા બની ગયા હતા. પણ મેડલીનને આ ઘરમાંથી લઈ જવાની તૈયારી થતી જોઈ, રાફ બોલી ઊઠયો, “એને ક્યાંય લઈ જવાની નથી.” “કોણ એવું કહે છે?” નિકોલસે પૂછ્યું.
હું!” રાલ્ફ ઘોઘરે સાદે બોલ્યો. નિકોલસના એક હાથમાં મેડલીનનો જડ હાથ હતો. પોતાનો બીજો હાથ લાંબો કરીને તે બોલ્યો, “તમારા બંનેનાં દેવાં કુદરતે કાઢેલા એક મોટા દેવાળાથી ચૂકતે થઈ ગયાં. બપોરના બાર વાગતાં ચૂકતે કરવાનો તમારો આપસનો કરાર પણ હવે રદ્દી પસ્તી સમજજે. તમારી બધી યોજનાઓ ઈશ્વર ઊંધી વાળી રહ્યો છે; હરામીઓ, સાવધાન!”
અરે, આ છોકરી આ માણસની પત્ની છે, અને તે જ પોતાની પત્નીનો કબજો લેશે, તારા જેવો રખડતો ભામટો નહિ.” રાલ્ફ ગર્યો.
એ માણસને આ બાજુ ઉપર કશો કાયદેસર અધિકાર નથી; અને એ પચાસ માણસો લઈને આવશે, તો પણ તેને કબજો મળશે નહિ,” નિકોલસ તાડૂક્યો.
“મને કોણ અટકાવશે?” રાલ્ફ ગર્યો.
“યા હકદાવાથી? જરા કહે તો ખરો.” : “હું એને ઉપાડી જાઉં છું, અને તમારાથી મને કશી રુકાવટ થઈ શકતી નથી, એ હકદાવાથી, સમજ્યા! ઉપરાંત મારા માલિકો