________________
૩૩૦
નિકોલસ નિકલ્ટી લટો પણ ફાવે તેમ કરીને મેળવી હતી, અને કેટે વાપરેલી બે રિબનોમાં જ વીંટી છાતી ઉપર રાખી મૂકી હતી. તેણે નિકોલસને કહ્યું, “હું મરી જાઉં ત્યારે તમે એ કાઢી લેજો, અને પછી જ્યારે મને કફન-પેટીમાં સુવાડે, ત્યારે મારે ગળે બાંધી દેજો.”
નિકોલસે ઘૂંટણિયે પડીને ‘જરૂર એમ કરીશ’ એવા સોગંદ ખાધા. તથા એ પણ જણાવ્યું કે, પેલા ઝાડ નીચે જ તેને દાટવામાં આવશે.
“બસ, મોટાભાઈ, હવે હું નિરાતે મરી શકીશ.”
એટલું કહી સ્વર્ગના બગીચામાં ફરતા તેજસ્વી ચહેરાઓ જોતો જોતો અને તેમનું વર્ણન કરતો કરતો તે આ ફાની દુનિયા છોડી ગયો.
६७
પાપને ઘડે
રાલ્ફ પોતાના ઓરડામાં શૂનમૂન થઈને બેઠો હતો. તેની સામે નાસ્તાની વાનીઓ પાથરેલી પડી હતી, પરંતુ તેણે તેમાંથી કોળિયો ભર્યો નહોતો.
બપોર થયા, પણ નૉઝ ઓફિસે ન આવ્યો; રાફને નવાઈ લાગી. ગમે તે થાય તો પણ નૉગ્સ ઑફિસે આવ્યા વિના કદી રહે નહીં. તેણે નૉકરડીને નોઝને ઘેર તપાસ કરવા મોકલી. પણ તે ખબર લાવી કે, ગઈ રાતથી તે ઘેર જ આવ્યો નથી, તથા તે ક્યાં હશે તેની કોઈને ખબર નથી.
રાલફનું મન આશંકાઓથી ઘેરાવા લાગ્યું. તેનું નક્કર મન આમ તો ઢીલું પડે તેમ ન હતું, પણ તાજેતરના કેટલાક બનાવોથી તે મૂંઝવણમાં પડી ગયો હતો. તે સ્થિતિમાં નૉગ્સની આ ગેરહાજરી તેને શંકાશીલ - જોખમકારક લાગી. તેણે તરત એમ ઇચ્છયું કે, નૉઝ