________________
સ્માઈકનું મૃત્યુ
૩૨૯ તે નાસી ગયો. હવે તે મને જરૂર પકડી જશે! મોટાભાઈ, મને હવે ઘડી વાર વીલો ન મૂકશો.”
ત્યારથી માંડીને સ્માઈકની તબિયત ઝડપભેર બગડવા માંડી. નિકોલસને પણ ખાતરી થઈ ગઈ કે, હવે એના આખરી દિવસો – કદાચ આખરી કલાકો જ છે.
એક વખત સ્માઈક ઘેનમાંથી જરા જાગી ઊઠયો. નિકોલસને પોતાના મોં સામું જોઈ રહેલો જોઈ તે બોલ્યો, “મોટાભાઈ, હવે મને બહુ શાંતિ લાગે છે. હું હવે જાઉં છું. મને ખાતરી થઈ છે કે, તમે ત્યાં આવશો ત્યારે પણ મને શોધી કાઢશો જ, અને તમારી પાસે જ રાખશો. હવે મને નિરાંત છે. પણ મોટાભાઈ, એક છાની વાત તમને કહી દેવાનું મન થાય છે. એ સાંભળીને તમે મને વઢશો તો નહિ ને?”
ના ભાઈ, તને હું શા માટે વઢં?” “મોટાભાઈ, તમે મને લંડનમાં વારંવાર પૂછયા કરતા હતા કે, હું શાથી બદલાઈ ગયો છે, અને ઉપર એકલો એકલો બેસી રહું છું, ને નીચે બધાની સાથે બેસવા આવતો કેમ નથી? એનું ખરું કારણ હવે હું કહી દઉં?”
“જો કહેવાથી તને કંઈ દુઃખ થવાનું હોય તો ન કહીશ. બાકી, મને તો દુ:ખ નહિ જ થાય, એની ખાતરી રાખજે, ભાઈ.”
તો, સાંભળો મોટાભાઈ, મને ક્ષમા કરજો. તે ખુશ થાય માટે તો હું મારી જાન ખુશીથી આપી દઉં; પણ જ્યારથી મેં જોયું કે, તે મને ખૂબ ચાહે છે – ત્યારથી મારું હૃદય ભાગી ગયું. તમે કોઈ નહોતા જાણતા પણ મેં કયારનું પકડી પાડ્યું હતું કે, તે અમને ખૂબ ચાહે છે, સમજ્યા?”
ત્યાર પછી સ્માઈક થોડું થોભી થોભીને જે કંઈ બોલ્યો, તે ઉપરથી પહેલી વાર નિકોલસને સમજ પડી કે, આ હતભાગી છોકરો કેટને અંતરથી ચાહવા લાગ્યો હતો! તેણે કેટના વાળની