________________
મિ, કૅન્ક ચિયરીબલ
૨૪૩ " માણસને લાત મારી એ ખૂણામાં ગબડાવી દીધા પછી, પગમાંના જોડા વિશેષ પુષ્પાંજલિ તરીકે તેના ઉપર ફેંક્યા હતા. | નિકોલસને એ જુવાનિયો કોઈ ગુંડા જેવો ન લાગ્યો; તથા તેની સામે આખી વીશી એકઠી થઈ ગઈ હોવાથી, નબળાનો પક્ષ લેવાની પોતાની સ્વાભાવિક વૃત્તિથી પ્રેરાઈને નિકોલસ સીધો એ ઘેરો તોડી અંદર ઘૂસ્યો અને પૂછવા લાગ્યો, “શું છે? શું છે?”
પણ અંદર ઘૂસવા જતાં જે એક જણને એની કોણી વાગી હતી, તે બોલી ઊઠ્યો, “લો ભાઈ, આ તો રશિયાના બાદશાહ આવી પહોંચ્યા ને કંઈ!”
“ના, ના, એ તો કોઈ વેશપલટો કરીને ફરતા છૂપા શાહજાદા લાગે છે,” બીજો જણ ગણગણ્યો.
પણ હવે તો ચાર પાંચ જણા નિકોલસ અને પેલા જુવાનિયાને ધક્કામુક્કી કરતા ઘેરી વળ્યા.
જૉન બ્રાઉડીએ એ જોઈ પોતાની પત્નીને પડતી મૂકી અને સીધો તે પેલાઓને કોણીઓ મારતો અને તેમના પગ કચરતો, ઘેરાની અંદર જઈ પહોંચ્યો. હાથના અને પગના થોડા ઝપાટા-સપાટા મારતાંની સાથે તેણે બધાને દૂર ભગાડી મૂક્યા.
પેલો ખૂણામાં પડેલો માણસ હવે કરાંઝતો કરાંઝતો પેલા જુવાનિયાને સંબોધી બોલવા લાગ્યો: “ફરી વાર તું એમ કરી જે; તો જાણું કે તું ખરો મરદ છે!”
“તો તું પણ પેલા શબ્દો ફરી વાર બોલ, એટલે હું તને પાછો ક્યાં મોકલું છું તે બતાવીશ.” પેલા જુવાનિયાએ જવાબ આપ્યો.
તમે તેને શા માટે માર્યો હતો?” પાસે ઊભેલાઓમાંના એક જણે હવે પૂછ્યું.
“હા, શા માટે માર્યો હતો?” બીજાઓએ પણ પૂછ્યું.
પેલા જુવાનિયાએ નિકોલસને જ જવાબ આપ્યો: “તમે હમણાં પૂછ્યું હતું કે, શી વાત છે?” તો સાંભળો – હું આ વીશીમાં હમણાં જ