________________
૩૪૬
નિકોલસ નિકલ્પી
રાખ્યો. તેને ઉછેરવામાં કશી કાળજી રાખવામાં ન આવી હોવાથી તેની તબિયત બહુ નબળી હતી, અને તે લગભગ બીમાર હાલતમાં જ હતો. મેં દાક્તરને બોલાવ્યો, તો તેણે તેને ઝટ હવાફેર કરવા લઈ જવા તાકીદ કરી; નહિ તો તે લાંબું ગીવશે નહિ, એમ પણ જણાવ્યું. દાક્તરના એ શબ્દોમાંથી મને એક વિચાર સ્ફુર્યો: આ છોકરો મરી ગયો એમ અત્યારે જાહેર કરું, અને પછી યોગ્ય વખતે રાલ્ફ પાસેથી ખૂબ પૈસા પડાવીને તે છોકરો તેને પાછો સોંપું તો કેમ? એટલે મેં તેને દૂર યૉર્કશાયર તરફ વિયર્સ નામના એક માણસની નિશાળમાં ‘સ્માઈક’ નામથી ભરતી કરી દીધો.
''
“ રાલ્ફ પેલાંઓને શોધવામાં નિષ્ફળ નીવડીને છ અઠવાડિયાં બાદ પાછો આવ્યો, ત્યારે મેં તેને જણાવ્યું કે, તેનો છોકરો સખત માંદો થઈ ગયો હતો અને મરી ગયો છે. રાલ્ફને આ માહિતીથી ખૂબ દુ:ખ થયું. એ ઉપરથી મને લાગ્યું કે, તેને એ છોકરા પ્રત્યે જરૂર મમતા હશે; અને તેથી ભવિષ્યમાં તેની આગળ તેનો છોકરો જીવતો રજૂ કરીને બહુ પૈસા પડાવી શકાશે.
“છ વર્ષ સુધી પેલા છોકરા માટે વર્ષો વીસ વીસ પાઉંડ મેં સ્ક્વેિયર્સને ભર્યા કર્યા; પણ પછી રાલ્ફના દુર્વ્યવહારને કારણે તેની સાથે તકરાર થતાં, હું તેની નોકરીમાંથી છૂટો થઈ ગયો; અને પછી તો દેશનિકાલ થયો. આઠ વર્ષ બાદ હું પાછો આવ્યો કે તરત ચૉર્કશાયરમાં પેલા છોકરાની ભાળ કાઢવા ગયો. ત્યારે મને માલૂમ પડયું કે, નિકલ્બીના કટુંબના જ એક જુવાન નિકોલસ સાથે એ છોકરો નાસી ગયો છે. તરત હું લંડન પાછો આવ્યો અને રાલ્ફને મેં આડકતરી સૂચના કરી કે, હું તેને એક અગત્યના સમાચાર આપી શકું તેમ છું: જો તે મને થોડા પૈસા આપે તો! પણ તેણે તો મને ધમકી આપી કાઢી મૂકયો. પછી મેં તેના કારકુન નૉગ્ઝનો સંપર્ક સાધ્યો, અને મારી પાસેથી ઘણી ઉપયોગી બાતમી મળી શકે તેમ છે એમ કહી, તેની પાસેથી રાલ્ફના કાવાદાવાની અને