________________
(કેટ નિકબીનું કામ
૧૨૧ * * “તોફાની, ટીખળીખોર પ્રાણી!” એમ કહી પેલી જુવાન બાઈએ
લૉર્ડને પોતાનો પંખો ઝાપટી દીધો અને કહ્યું, “મારી હાજરીમાં સ્ત્રીઓ સાથે આવાં ચેડાં કરવાની તમારી ખો હું ભુલાવી ન દઉં, તો જોજો !” એટલું કહી તે પોતાનો પંખો ફરીથી લગાવવા જતી હતી, તેવામાં લૉ તેને પકડી લીધો. એટલે એ જવાન બાઈએ લૉર્ડનો આખો હાથ બાથમાં લઈ લીધો અને લૉર્ડ પણ સામેથી ઘટતી ચેષ્ટાઓ કરવા પ્રયત્ન કર્યો.
પણ કેટ જ્યારે કામ પરવારી નીચે ગઈ, ત્યારે ઓરડામાં ભારે રમખાણ મચી ગયું હતું. મિસ નંગને ઉપરાઉપરી ફિટ આવતી હતી, અને બધી છોકરીઓ કામ છોડી તેમને આશ્વાસન આપવા અને શાંત પાડવા પ્રયત્ન કરતી હતી. કેટને આવેલી જોઈ એ બધી કેટ માટે ફિટકારને લવારે ચડી. મિસ નંગ તો, બેહોશીમાં બોલતી હોય તેમ આંખો બંધ રાખીને, પણ પૂરા ઝનૂન સાથે લવવા લાગી, “હું ઠચરી! હું બુઠ્ઠી! અને પેલી ડાકણ રડી! આવા ડાકણ, હું તારું ફૂટડાપણું તોડી ખાઉં! રાંડ, દુશમન!”
બધી કદરૂપી બાઈઓ પણ કેટ સામે ગુસ્સાભરી નજર કરી, “આવું તો કોઈ દિવસ સાંભળ્યું ન હતું”, “મૂઈ આજકાલની આ વાંદરીઓ ક્યાંથી નીકળી પડી છે!”, “જરાય શરમ નહીં, લાજ નહીં”, “આ તે બાઈ માણસનાં લક્ષણ છે?” ઈ ઈ૦ બોલવા લાગી.