________________
૨૩
પાજીનું નિમંત્રણ
એ આખું અઠવાડિયું મિસ નંગનું મગજ શમ્યું જ નહિ અને બિચારી કેટનું જીવતર તેણે અસહ્ય કરી મૂક્યું. એટલે શનિવારની સાંજ આવી, ત્યારે જાણે દોજખમાંથી છૂટી હોય એમ કેટને લાગ્યું.
દુકાનમાંથી તે બહાર નીકળી ત્યારે તેની મા આવી હતી. પણ સાથે તેના કાકા રાફ નિકલ્બીને વાત કરતા જોઈ, તેને આશ્ચર્ય થયું. કાકા કાંઈક કહે તે પહેલાં જ તેની માએ કેટને કહી દીધું,
જો કે, કાલે સાડા છ વાગ્યે તારા કાકા તને ભોજન માટે નિમંત્રણ આપવા આવ્યા છે. હું કયારની તેમને કહેતી હતી કે, મારી પાસે જે સરસ ચમકતાં ઘરેણાં હતાં, તે બધાં અત્યારે હોત, તો તને આવા પ્રસંગે પહેરવા કેવાં કામ આવત, અને કેવી શોભી ઊઠત! પણ તારા બાપુએ બધુંય વેચી ખાધું! મારી એક વાત જિંદગીભર માની નહિ અને આપણે આજે આમ . . . .”
કેટે પોતાના પિતાની વાત ઉપર માને વધુ ચડી જતી અટકાવવા જલદી જલદી વચ્ચે જ બોલી નાખ્યું, “પણ મા, મને ઘરેણાંનો શોખ જ ક્યાં છે? એટલે તમારે તે બાબતની કશી ચિંતા જ કરવાની જરૂર નથી.”
રાફ આ બધો પ્રલાપ, તિરસ્કારભર્યું સ્મિત માં ઉપર લાવી, ચૂપ ઊભો ઊભો સાંભળી રહ્યો હતો. તે હવે બોલ્યો, “કેટ, કાલે મારે ત્યાં થોડા સગૃહસ્થોને મેં ભોજન માટે નિમંત્રણ આપ્યું છે; અલબત્ત, એવું ખોટું ખર્ચ કોઈ કોઈ વાર વેપારધંધા અંગે કરવું
૧૨૨