________________
પાજીનું નિમંત્રણ
૧૨૩ * પડે છે, પણ એ તો બધી માલ ઉપર જકાત છે! પણ આ વખતે
તું જો આવે અને મહેમાનોના સ્વાગત વખતે હાજર રહે, તો એ સારું, એમ મને લાગે છે. વિશિષ્ટ પ્રકારની મહેમાનગત સ્ત્રીઓ દ્વારા જ સારી શોભે એવી થઈ શકે.”
કાકા, હું જરૂર આવીશ; પણ મનેય આવી બધી મહેમાનગીરીનો ખાસ અનુભવ નથી; એટલે કદાચ હું કઢંગી તો ન દેખાઉં, એવો મને ડર રહે છે.”
“કાંઈ વાંધો નહિ, કાંઈ વાંધો નહિ, હું તને તેડવા ઘોડાગાડી મોકલીશ. વખતસર નું તૈયાર થઈ રહેજે, એટલે બસ.”
આટલું કહી, રાલ્ફ ત્યાંથી ચાલતો થયો. હવે મિસિસ નિકલ્હીનો વારો આવ્યો! તેમણે આવા ભોજન સમારંભો વખતે અચાનક મળી જતા કોઈ તવંગર જુવાન સાથે પ્રેમ ઊભો થતાં પરણી ગયેલી કેટલીય યુવતીઓના દાખલા કેટને કહી બતાવ્યા. તથા બીજા પણ એવાં ચટકદાર અને ખુશનુમા શબ્દચિત્રો કહી બતાવ્યાં કે, મૅડમની દુકાનમાં થયેલા ત્રાસથી કંટાળેલી કેટના મનમાં પણ એક વાર તો નવો રંગ- કંઈક સારી આશા સંચર્યા વિના ન રહ્યાં.
બીજે દિવસે રાફે મોકલેલી ઘોડાગાડીમાં બેસી કેટ તેને ત્યાં પહોંચી, ત્યારે કાકાના ઘરની બધી સિકલ જ ફરી ગયેલી તેણે દેખી. નૉઝને બદલે ત્યાં વરદી પહેરેલો દરવાન ઊભો હતો, તથા દાદર અને ઓરડાઓમાં સળંગ રંગબેરંગી ગાલીચા અને શેતરંજીઓ બિછાવી દેવામાં આવ્યાં હતાં.
થોડી વારમાં બધા મહેમાનો આવી ગયા. એટલે રાફ કેટને દીવાનખાનામાં વિધિવિવેકસર લઈ આવ્યો. સાત આઠ સદ્ગૃહસ્થો મજેદાર અંગીઠીની આસપાસ ટોળે વળી ઊભા હતા.
રાફે એક જણ પાસે કેટને દોરી જઈને કહ્યું, “લૉર્ડ ફ્રેડરિક વેરિસૉફટ, આ મારી ભત્રીજી મિસ નિકબી.”