________________
નિકોલસ નિકલ્બી
“અહા! શી આફત છે! માર ડાલા!” આટલું બોલી તરત લૉર્ડે પોતાનું એક-આંખી ચશ્મ પહેરી મિસ નિકલ્બી તરફ ભારે કુતૂહલથી જોવા માંડયું.
૧૨૪
“મારી ભત્રીજી, લૉર્ડ, ” રાલ્ફ ફરીથી કહ્યું.
t
*વાહ, શું કહ્યું ? મારા કાન મને છેતરતા તો નથી ને ! મીણની પૂતળી નથી ને ? અહા! કેમ છો? હું બહુ ખુશ થયો.” આટલું કહી, લૉર્ડ રિસૉફ્ટે પાસે ઊભેલા બીજા જરા પ્રૌઢ, મજબૂત તથા ચહેરે વધુ લાલ બનેલા સદ્ગૃહસ્થ તરફ ફરીને કહ્યું, અહીં, છોકરી ખરેખર આફત છે! માર ડાલા!”
66
એ બીજા સદ્ગુહસ્થ હવે રાલ્ફ પ્રત્યે બોલ્યા, “મારું ઓળખાણ કરાવ જોઉં, નિકલ્બી.
""
66
“કેટ, સર મલબેરી હૉક,” રાલ્ફ ઝૂકીને કેટને કહ્યું.
પણ હવે મલબેરીના પોઠિયા જેવા બે હજૂરિયા, નામે પાઇક અને પ્લક, તેમણે પણ ઓળખાણ માટે ઉમેદવારી નોંધાવી.
કેટ આ બધાથી બહુ શરમાવા લાગી હતી, પણ તે એટલું તો પામી ગઈ કે, પેલા મહેમાનો રાલ્ફ પ્રત્યે અતિ તુચ્છકારથી વર્તતા હતા, અને પોતાની તરફ પણ જરાય દાક્ષિણ્ય કે શિષ્ટતા દાખવતા ન હતા. રાલ્ફનો જો કશો ધડો થતો ન હોય, તો પછી તેની ભત્રીજીનો તો તેથીય ઓછો જ થાય ને!
(c
‘વાહ, આ તો અણધારી જ મોજ મળી ને કંઈ,” લૉર્ડ વેરિસૉફ્ટે બોલ્યા.
“આપને ચોંકાવવા માટે જ એ તૈયારી કરવામાં આવી છે. લૉર્ડ ફ્રેડરિક, ” મિ∞ પ્લેક બોલ્યા.
“ પણ આ સૂકો ચિમળાયેલો વ્યાજખાઉ પાજી આવી મોજ ઉમેરે, તે વ્યાજમાં બે કે અઢી ટકા ચડાવવા માટે જ ઉમેરે, એ હું જાણુ છું. પણ જે મોજ તેણે આજે સજી છે, તેના બદલામાં ભલે તે