________________
ચાર્લ્સ ડિકન્સ
[ ૧૮૧૨ થી ૧૮૭૦ ] ચાર્લ્સ ડિકન્સનો જન્મ, તા. ૭-૨-૧૮૧૨ના રોજ ઈંગ્લેન્ડમાં પાર્ટસી મુકામે નૌકાખાતાના એક સામાન્ય કારકુનને ત્યાં થયેલો. બાપ દેવામાં ડૂબેલે જ રહેતા. ડિકન્સની ઉમર બાર વર્ષની થઈ, ત્યાં તો લેણદારોએ બાપને જેલમાં પુરા.
તે આઠ સંતાન (છ ડિકન્સથી નાના) ની માતાને શિર કુટુંબના નિભાવના ભાર આવી પડયો. તે કઈક ભણેલી હતી એટલે પારકા છોકરાં ભણાવી ગુજરો જોગવવા પ્રયત્ન કરતી. બાળક ચાર્લ્સને તે લંડનની વખારોમાં વૈતરું કરવા જ મોકલી આપવા પડયો હતો. | બચપણના સમયમાં તથા ગરીબાઈની પરાકાષ્ઠામાં આમ જીવન ગુજારતાં જ ડિકન્સના ચિત્તમાં જે અનુભવ-સંરકારે ઊતરેલા, તે પંદર વર્ષની ઉમરે જ સાહિત્ય-લેખ દ્વારા પ્રગટ થવા માંડેચા અને થાડા વખતમાં તો – અર્થાત પચીસ-ત્રીસ વર્ષની ઉંમરે પહોંચતાં સુધીમાં તે આખી અંગ્રેજ પ્રજો તેની કૃતિઓ ઉપર ફીદા થઈ ગઈ.
૧૮૩૬ માં તેની સુપ્રસિદ્ધ “ પિકવિક પાસે ” નવલકથા પ્રગટ થઈ; પછી તો ૧૮૩૭ માં “ ઐલિવર ટિવસ્ટ', ૧૮૩૯માં ૬ નિકોલસ નિકબી', ૧૮૪૧ માં * ઓલ્ડ ફ્યુરિસિટી શેપ ” – એમ એક પછી એક તેની માટી નવલકથાઓ પ્રસિદ્ધ થવા લાગી. અપણા તરફ તેની વિશેષ જાણીતી નવલકથાઓ – ડૅવિડ કૅપરફિલ્ડ’, ‘એ ટેલ ઑફ ટૂ સિટીઝ”, અને ગ્રેટ એકપેકટેશન્સ” – એ નવલકથાઓ તો અનુક્રમે ૧૮૫૦, ૧૮૫૯ અને ૧૮૬૧માં પછીના અરસામાં પ્રગટ થઈ હતી.
ગુણપારખુ ટેસ્ટંયે ડિકન્સને વિશ્વસાહિત્યકાર તરીકે ગણાવીને તેને શેકસપિયર કરતાં પણ ઊંચે દરજજો મૂકયો છે.
--
12:
કારી મંદિર વિ.અમા