________________
૨૫૪
નિકોલસ નિકબી એ બધું તો ઠીક છે, પણ મારી એક વાત તમે સાંભળી લો. મને તમારા પ્રત્યેનું વેર હંમેશા યાદ જ હતું. તેનો બદલો લેવા તથા તમારી પાસેથી ભવિષ્યમાં પૈસા કઢાવવા, મેં એક કામ એવું કર્યું છે કે, તે જાણવા તમે તમારી અર્ધી મિલકત મને આપી દો તો પણ વધારે ન કહેવાય. અલબત્ત, ત્યાર પછી હું એકાદ નાના સરખા કામ માટે સાત વર્ષની જેલ પામ્યો; જોકે એનાથી પણ મોટાં મોટાં કામ તમે બધા કરો છો, પણ તમને કશું થતું નથી, એ જુદી વાત. એ લાંબી જેલમાંથી છૂટી હમણાં જ હું પાછો આવ્યો છું. હવે બોલો, મિ0 નિકલ્હી, તમારે મને પેલી વાત જાણવા શી કિંમત આપવી છે? અલબત્ત, હું તમારી પેઠે નઠોર કે કઠોર થઈ, બહુ આકરી કિંમત નથી માગતો;–મને જીવવા જેટલું મળી રહે તો ઘણું છે.”
તો સાંભળ બૂકર,– એ જ તારું મૂળ નામ છે ને? હું તને પહેલેથી એક બદમાશ, ખંધા અને ચાલાક માણસ તરીકે ઓળખું છું. એટલે તું મારી કોઈ ગુપ્ત વાત જાણે છે, એમ કહીને મને દબાવવા અને મારી પાસેથી પૈસા કઢાવવા ઇચ્છતો હશે, તો તું નકામી ખાંડ ખાય છે. મારી કોઈ બાબત એવી નથી, કે જેને બહાર પાડવાની ધમકી આપી, તારા જેવા કે બીજા પણ કોઈ મારી પાસેથી કશું કઢાવી શકે !”
હું કશી ધમકી આપતો નથી કે કશું દબાણ લાવતો નથી. હું એટલું જ કહેવા માગું છું કે, મારા એક કૃત્યથી તમે એક એવી વસ્તુ ગુમાવી છે, કે જે હું એકલો જ તમને પાછી લાવી આપી શકું તેમ છું. અને હું જો તે તમને પાછી નહિ લાવી આપું, તો મારા મરી ગયા બાદ બીજું કોઈ તમને પાછી લાવી આપી નહિ શકે.”
મારી બધી મિલકત હું બરાબર કબજે રાખું છું અને તારા જેવા ભામટા તેમાંથી કશું ઉપાડી જઈ શકે તેમ નથી. એટલે મારી પાસેથી તે કશું ઉપાડ્યું હોય, તો તે તું તારી પાસે રાખી શકે છે. સામાન્ય ભિખારી તરીકે મારી પાસે આવ્યો હોત, તો તો વળી હું