________________
નોકરીની શોધમાં
૧૦૯ ' 'વાત એમ હતી કે, એ બધા મિત્ર ગ્રેઝબરીના મતદાર વિભાગના માણસો હતા. અને મિત્ર ગ્રેઝબરીએ ચૂંટણી વખતે એ વિભાગને જે કિંઈ વચનો આપ્યાં હતાં, તેનાથી ઊલટી જ રીતે તે પાર્લમેન્ટમાં વર્યા હોઈ, તેઓ પોતાનો વિરોધ દર્શાવવા તેમની પાસે આવી પહોંચ્યા હતા. | નિકોલસે જોયું કે, મિત્ર ગ્રેઝબરીએ તેઓની બધી દલીલોના જવાબમાં સહીસલામત એવો એક જ રસ્તો લીધો. તેમણે જણાવ્યું, “સૌએ સમગ્ર દેશના સમગ્ર હિતનો વિચાર જ કરવો જોઈએ, અને પોતાનાં વિભાગીય હિતોનો વિચાર બાજુએ રાખવો જોઈએ. વળી મારા દેશને સમગ્ર હિત ઉપરાંત હું જો બીજી કોઈ વસ્તુને મહત્ત્વ આપતો હોઉં, તો તે એક અંગ્રેજ તરીકે મારા વ્યક્તિગત સ્વાતંત્રયને જ આપું છું અને હું મારાં સંતાનોને અને વારસદારોને – અલબત્ત, ભગવાને જે કંઈ ચપટીક મને બહ્યું છે તેના વારસદારોનેએ સ્વાતંત્રયની જ ભેટ આપતો જવા માગું છું. આ બધા ભાવો તમે સંકુચિત અને વિભાગીય માનસવાળા લોકો નહિ સમજી શકો, પણ તેથી હું તમારી ગેરવાજબી ઇચ્છાઓ, આકાંક્ષાઓ અને આશાઓને તાબે થઈ શકું નહિ.”
આથી અકળાઈને, પેલાઓએ મિત્ર ગ્રેઝબરીને રાજીનામું આપી દેવા જણાવ્યું ત્યારે તેમણે કહ્યું, “તમે તમારું પોતાનું હિત શું છે તે સમજી શકો તેવી સ્થિતિમાં અત્યારે નથી! અને પોતાનું જ અહિત થાય એવી માગણી રજૂ કરી રહ્યા છો. એટલે તમારી એ માગણીને સ્વીકારવા જેવી તમારી કુસેવા હું કરી શકે નહિ.”
પેલાઓ હવે ગુસ્સે થઈ, પગ પછાડતા ત્યાંથી વિદાય થયા. મિ૦ ગ્રેગ્ઝબરી હવે પોતે એકલા છે એમ માની રાજી થતા થતા, હાથ ઘસતા ઘસતા ડચકારો વગાડી, હર્ષાગાર કાઢવા લાગ્યા. પણ તેવામાં નિકોલસને પાસે ઊભેલો જોઈ, તેમણે એકદમ કરડાકીથી પૂછયું, “તમે અહીં છુપાઈને મારા ઉપર જાસૂસી કરી રહ્યા છો?