________________
૧૧૦
નિકોલસ નિકલ્ટી એકદમ ચાલ્યા જાઓ; તમારા મતદારમંડળને મેં જે જવાબ આપ્યો તે તમે સાંભળી લીધો; હવે તમે કેમ અહીં ઊભા રહ્યા છો?" | નિકોલસે પોતે કોણ છે અને શા માટે આવ્યો છે, તે જણાવતાં મિ ગ્રેઝબરી જરા શાંત પડયા, અને પૂછવા લાગ્યા કે, “તમને મિસ્ટર, અહીં સીધા આવવા કોણે દીધા?” | નિકોલસે જણાવ્યું કે, “તમારા નોકરે જ, કદાચ મને પેલા ટોળાનો જ એક માણસ ગણી, બધાની સાથે ધકેલી આપ્યો લાગે છે.”
હવે મિત્ર ગ્રેગ્ઝબરીએ થોડી વાર નિકોલસ સામે સ્થિર નજર કરીને જોઈ રહ્યા બાદ, તેને પૂછયું, “ઠીક, ઠીક, તમારું નામ શું છે? અને સેક્રેટરી તરીકે શી શી ફરજો બજાવવાની હોઈ શકે, એ બાબત તમારી શી કલ્પના છે, તે મને પ્રથમ કહી દો જોઉં.”
સાહેબ, સેક્રેટરીની ફરજોની વ્યાખ્યા કરવી એ બહુ મુશ્કેલ વસ્તુ છે; પરંતુ તેમાં પત્રવ્યવહાર, કાગળો-દસ્તાવેજો વગેરેને ફાઇલ કરવા, આપ જે લખાવો તે લખી લેવું, જાહેર છાપામાં આવેલાં તમારાં ભાષણોનાં કટિંગો જાળવવાં, વગેરે બાબતોનો સમાવેશ થાય, એમ મને લાગે છે.” “ઠીક, બરાબર; પણ આગળ ચાલો.”
સામાન્ય રીતે એમ કહેવાય, સાહેબ, કે, મારા સ્વમાનનો ભંગ ન થાય એ મર્યાદામાં રહી આપને બની શકે તે રીતે અનુકૂળ તથા ઉપયોગી નીવડવું, અને છતાં, મારી ફરજ ગણી શકાય એ કાર્યોની સૂક્ષ્મ હદનું ઉલ્લંઘન કરી, આપના કાર્યક્ષેત્રમાં હસ્તક્ષેપ ન થવા દેવો, એ જાતનું મારું કામ હોઈ શકે.”
મિત્ર ગ્રેગ્ઝબરી થોડી વાર ચૂપ રહ્યા, પણ પછી બોલ્યા, “એ બધું બરાબર છે. પણ પાર્લામેન્ટરી સગૃહસ્થના સેક્રેટરીએ અમુક ખાસ ફરજો તરફ દુર્લક્ષ કરવું ન પાલવે. મને તમારે અવારનવાર ઠાંસતા રહેવું જોઈએ.”
“સાહેબ, આપે જે કહ્યું તેનો અર્થ હું ન સમજ્યો.”