________________
નોકરીની શોધમાં
૧૧૧ મારો કહેવાનો અર્થ તદ્દન સ્પષ્ટ છે, મિ0 નિકલ્દી. મારા સેક્રે"ટરીએ આંતરરાષ્ટ્રીય રાજકારણથી ખૂબ જ માહિતગાર રહેવું જોઈએ. જાહેર સભાઓ, જાહેર સંસ્થાઓ, જાહેર પુરુષોની કાર્યવાહીથી પરિચિત રહેવું જોઈએ અને પાર્લમેન્ટના ટેબલ ઉપર આવી પડેલી કોઈ પણ અરજી ઉપર નાનુંશું ભાષણ આપવા માટેના મુદ્દાઓ તૈયાર રાખવા જોઈએ. ઉપરાંત દૈનિક છાપાંમાંથી, લાપતા થયાની, આત્મહત્યાની, ખૂનની વગેરે ચાલુ માહિતીઓ ઉપર નજર રાખવી જોઈએ, જેથી ગૃહખાતાના સેક્રેટરી ઑફ સ્ટેટને હું અવારનવાર પ્રશ્ન પૂછી શકું. પછી મેં પૂછેલો પ્રશ્ન અને તેના મળેલા ઉત્તરની નકલ કરી,
સ્થાનિક છાપા ઉપર મોકલવા તમારે કાળજી રાખવી. તથા ત્રાહિતા તરીકે છાપાને લખતા રહેવું કે, મિ૦ ગ્રેગ્ઝબરી આવા બધા અગત્યના બનાવો અંગે સજાગ રહે છે તથા સરકારને પણ ઊંઘવા દેતા નથી, ઇ0. ઉપરાંત, કરવેરા, વસ્તીગણતરી, આવક-જાવક વગેરેના છાપેલા કોઠાઓનાં સરવાળા-બાદબાકી કરતા રહી, વિવિધ કરવેરાની દરખાસ્તો વખતે આંકડાબંધ ભાષણ હું આપી શકું તેવી તૈયારી રાખવી; સોનાનું ચલણ, કાગળનું ચલણ, પરદેશ ચાલ્યું જતું સોનું, રશિયાના બાદશાહ, બેંક નોટો વગેરે મુદ્દાઓ ઉપર એવી માહિતી તૈયાર કરવી, જે કોઈની સમજમાં તો આવે નહિ, પણ જેના વિશે ઝમકદાર ભાષણ ઠોકી શકાય – સમજ્યા?”
મને લાગે છે કે, મને સમજ પડે છે,” નિકોલસે કહ્યું.
ઉપરાંતમાં, રાજકીય નહિ એવા મુદ્દાઓની બાબતમાં, આપણાથી હલકા લોકોના હક-અધિકારની વાત આવે, ત્યારે હંમેશાં સ્વદેશાભિમાનની રીતે કાંઈક વિરોધમાં બોલાય એવા મુદ્દા ઊભા કરવા. જેમ કે, લેખકોને તેમનાં પુસ્તકોનું યોગ્ય મહેનતાણું મળવું જોઈએ એવી માગણી આવે, ત્યારે આપણી પાસે એવી દલીલ ધર્મશાસ્ત્રોમાંથી ઉતારાઓ સાથે તૈયાર હોવી જોઈએ કે, ખિસ્યું એ તો માણસનું સર્જન છે, એટલે તેનું સર્જન કરવાનો હક કોઈ