________________
૩૨૪
નિકોલસ નિકબી અને શું કરીને આવ્યાં છો, તે બધું મેં તમને પૂછયા વિના જ કહી બતાવ્યું હતું ને?”
“હા, હા, હા! એટલે જ હું ગભરાઈ ગઈ હતી! પણ તમે મને સારા સમાચાર પણ આપ્યા હતા કે, મારા શેઠ છેવટે પરણ્યા વિનાના જ રહી ગયા! એટલે પછી હું તરત રાજી થઈ ગઈ હતી!”
હા, ખરી વાત. તેમણે પરણવા ધારેલી કુમારિકાને તેનો જુવાન પ્રેમી આવીને ઉપાડી જ ગયો. ઉપરાંત તે પ્રેમીએ તમારા માલિકને સારી પેઠે ખોખરા પણ કર્યા હતા. તેમનું નાક, માથું, હાથ, પગ બધાનો પૂરેપૂરો ચૂરો જ થઈ ગયો છે. સહેલી ભાષામાં કહીએ તો, ભૂકો થઈ ગયો છે, અને તેનું પેટ પણ ઓળખાય નહીં એવું થઈ ગયું છે!”
પેગ ડોસીને એ સમાચાર ફરી સાંભળી ખૂબ આનંદ થયો. દારૂ વધારે પડતો ચડવાથી ડોસીના હોઠની હસતી ફાટ જાણે કાયમની પહોળી થઈ ગઈ હતી અને તેની આંખો પણ ચકળવકળ ફર્યા કરતી હતી. તે બોલી, “એ ડોસલો તદ્દન જૂઠો–લબાડ માણસ હતો; તેને ઠીક સજા થઈ; મને તે ખોટાં ખોટાં વચનો આપીને ભમાવ્યા કરતો હતો. પણ મેં તેને બરાબર સજા કરી છે.”
“તો શું તમે પણ તેને રસોડાનાં સાણસી-ચીપિયા વડે માર્યો હતો કે શું?”
ના રે, ના, એના કરતાંય તેને વધુ વાગે એવો માર મેં માર્યો છે. તેનાં કેટલાંક ગુપ્ત કાગળિયાં તે વારંવાર વાંચ્યા કરતો અને તિજોરીમાં જુદી પેટીમાં છુપાવી રાખતો. હું તે જોઈ ગઈ હતી.
એટલે એ પેટી જ હું ઉઠાવી લાવી છું!” અને એટલું બોલી વધુ આનંદમાં આવી, ડોસીએ એક ખાલી વધુ ચડાવી.
“? કાગળિયાં? તમે કાગળિયાં ઉઠાવી લાવ્યાં છો? પણ કાગળિયાં તમારી પાસે નીકળે, ને કોઈમાં તમારા માલિકનું નામ હોય, એ તો ભારે પંચાત! અમે વકીલો જાણીએ ને? એ કાગળિયાં