________________
૪૯ સ્માઇકના બાપ !
પછીને દિવસે બ્રાઉડી દંપતી ‘હનીમૂન' પૂરું કરી, યૉર્કશાયર તરફ પાછાં ફરવાનાં હતાં. તેથી આજે તેઓ નિકોલસને ઘેર મળવા આવ્યાં હતાં. નિકોલસને અણીને વખતે મદદ કરનાર તથા સ્માઇકને છોડાવી આપનાર આ ભલા ગામઠી જુવાનનો નિકોલસના કુટુંબે આભાર અને કૃતજ્ઞતાની લાગણી સાથે હાર્દિક સત્કાર કર્યો. પરિણામે, રાતના અગિયાર વાગવાને વીસ મિનિટ બાકી રહી, ત્યારે જૉન બ્રાઉડીએ પોતાની ગામઠી રીતે જાહેરાત કરી કે, તેની આખી જિંદગીમાં તેણે આટલી ‘મો' કયારેય કરી નહોતી.
પછી, જૉન બ્રાઉડીએ, આ મિજબાનીની શરૂઆતમાં વચન આપ્યું હતું તેમ, યૉર્કશાયરનું એક ગામઠી ગીત પૂરી ગામઠી ચેષ્ટાઓ સાથે સંભળાવવાની શરૂઆત કરી.
મોટા અવાજે ગવાતા એ ગીતની પહેલી કડી પૂરી થઈ તે વખતે જ, જાણે એના અવાજના ઘુઘવાટમાં થોડી ખાલી જગા આવે તેની રાહ જ જોવાતી હોય તેમ, બહારથી કોઈએ બારણું જોરથી થપથપાવ્યું.
મિસિસ નિકલ્કીએ તરત જ હજાર હજાર કલ્પનાઓ કરી નાખી; અને ખરે જ, બારણું ઉઘાડતાં રાલ્ફ નિકલ્બી જ ઓરડામાં દાખલ થયો.
નિકોલસ કાકાને દેખી કૂદકો મારી ઊભો થઈ ગયો અને ફ્લાંગ ભરી તેની સામે ધસી ગયો. કેટ હાંફળી ફાંફળી એકદમ નિકોલસને
૨૫૬