________________
૨૦
નોગ્ય કામ સૂચવે છે નોકરીની શોધમાં રખડીને નિકોલસ ઘેર પહોંચ્યો ત્યારે સ્માઈકે આગલી રાતના વાળના વધેલામાંથી ભેગું કરી, ભોજનની તૈયારી કરી રાખી હતી, અને નિકોલસ આવે તેની એ રાહ જોતો હતો. પણ નિકોલસને આટલી અથડામણ પછી અને નિરાશા પછી ભૂખ જ મરી ગઈ હતી. એટલે તે કશું ખાધા વિના વિચારમાં ને વિચારમાં બેસી રહ્યો હતો, તેવામાં ન્યૂમેન નૉગ્સ અંદર આવ્યો.
“કેમ પાછા આવી ગયા, ભાઈ?”
“હા, મરવા જેટલો થાકી ગયો છું. તેના કરતાં તો ઘેર રહ્યો હોત તો સારું થાત. બહાર પણ નકામા જ રખડવા જેવું થયું.”
“એક જ સવારની રખડામણથી આવું કામ ઓછું જ પતી
જાય !”
“પણ કશું કર્યા વિના બેસી રહેવું પણ મને પાલવે તેવું નથી. આમ ને આમ નકામા અહીં પડી રહેવાનું થાય, તો તો ગાંડા થઈ જવાય. ગમે તેવું પણ કંઈક કામ તો હોવું જોઈએ ને?
કામ તો મળે એમ છે; થોડીઘણી – ભાડા જેટલી અને કંઈક વધારે કમાણી પણ થાય; પરંતુ તમારા જેવાને એવું કામ ચીંધતાં મારી હિંમત ચાલતી નથી.”
ભાઈ, પ્રમાણિક અને સ્વમાનભરી મહેનતનું કોઈ પણ કામ મને બતાવો તો તમારો આભાર; મારે મોટાં નામવાળી અને ખોટાં કામ કરાવતી નોકરી નથી જોઈતી.”
એમ! તો જુઓ, આ મિસિસ કૅન્વિચ્છ છે ને? તેમની દીકરીઓને ફ્રેંચ ભાષા શીખવવાનું કામ છે. અઠવાડિયે પાંચ શિલિંગ આપવા
૧૧૩ નિ–૮