________________
૧૧૪
| નિકોલસ નિકબી તૈયાર છે. આજે સવારે તમારી બાબતમાં મને તેમણે ઘણી પડપૂછ કરી; અને તમે કોઈ રખડતા ભિખારી નથી, પણ મોટા પ્રોફેસર છો, એમ મેં જણાવ્યું, ત્યારે તેઓએ તમને કહેવા મને આગ્રહભરી વિનંતિ કરી છે. પણ એવું કામ ચીંધતાં મને વિચાર થતો હતો.”
અરે ભાઈ, તમે આ કામ મારે માટે લાવ્યા, એ તો મારા ઉપર તમે ઉપકાર જ કર્યો છે. તરત જ એ ભલાં બાનુને હા કહી આવો.” ન્યુમૅન આથી રાજી થઈ ઝડપી પગલે બહાર નીકળી ગયો.
મિસિસ મેન્ટેલિનીની દુકાન ભારે હૃદયે અને ઘણી ઘણી આશંકાઓ સાથે કેટ નિકલ્બી મૅડમ મૅન્ટેલિનીને ત્યાં પોતાની નક્કી થયેલી નોકરી ઉપર જોડાવા પહેલી વાર ઘેરથી સવારના પોણા આઠના અરસામાં નીકળી. તેની પેઠે બીજી કેટલીય માંદલી છોકરીઓ, ધનવાનોનો વૈભવ અને ભપકો વધારવા માટેનાં સાધનો પેદા કરવાનાં કામે, પોતપોતાની નોકરીના સ્થળે જોડાવા રસ્તાઓ ઉપર થઈને જતી હતી. એ રસ્તા ઉપર થઈને જતાં જતાં જ તેમને આખા દિવસ દરમ્યાન જે ખુલ્લી હવા કે સૂર્યનો પ્રકાશ મળવાનો હોય, તે મળવાનો હતો; પછી તો કેવાય અંધારિયા ઓરડાઓમાં ધોળે દિવસે પણ દીવા નીચે છેક રાત સુધી તેમને કામ કર્યા કરવાનું લખાયું હતું.
ભારે રકઝક પછી દરવાન કેટને ઉપર ઓરડામાં લઈ ગયો અને શેઠાણીને ખબર આપવાનું કહીને ચાલ્યો ગયો.
પાસેના ઓરડામાંથી મિ. મેન્ટેલિની અને તેમનાં મહોરદાર મિસિસ મૅન્ટેલિની – અથવા સાચું કહીએ તો, મિસિસ મૅન્ટેલિની અને તેમણે સ્વીકારેલ પતિ મિ. મેન્ટેલિની વચ્ચે ચાલતી કૌટુંબિક