________________
૧૨૬
નિકોલસ નિકલ્ટી મિ. પાઇક અને મિ. પ્લકે હવે પોતાના માલિકની સીધી વાતને ઉત્તમોત્તમ મજાક ઠરાવી આપવા હસવાના વિવિધ પ્રકારો અને અવાજો અજમાવવા માંડ્યા.
જોકે, સર મલબેરી હૉકનો ધંધો આવા બબૂચક જુવાન ઉમરાવોને ફોલી ખાવાનો જ હતો, પરંતુ તે હંમેશાં પોતાની એ વાતને એટલા સ્પષ્ટ શબ્દોમાં હિંમતથી જાહેરમાં બોલી બતાવતા કે, સૌ કોઈ તે વાતને હસવામાં જ કાઢી નાંખતા.
છેવટે ભોજન પૂરું થવા આવ્યું અને ખાલીઓની વારી શરૂ થઈ. ત્યારે સર મલબેરીએ વાતને બીજી તરફ વાળતાં કહ્યું, “આ મિસ નિકલ્દી અહીં ક્યારનાં બેઠાં છે, પણ મને નવાઈ થાય છે કે, હજુ સુધી કેમ કોઈ તેમને પ્રેમ કરવા લાગ્યું નથી.”
ના, ના, એવું કંઈ . . . .” કેટ બિચારી જલદી જલદી બોલવા ગઈ અને શરમની મારી નીચું જોઈ ગઈ.
જુઓ, હું પચાસ પાઉંડની હોડ બકવા તૈયાર છું, જો મિસ નિકલ્બી મોં ઊંચું કરી, મારી સામે જોઈને એમ કહે કે, તેમને મનમાં એવો વિચાર હરગિજ નહોતો આવ્યો !”
“લગાવી; દશ મિનિટ આપી,” જુવાન ઉમરાવ બોલી ઊઠયો. બંને પક્ષે પચાસ પાઉંડ કાઢીને ટેબલ ઉપર મુકાયા.
મારે તો બંને બાજુ ઘીકેળાં છે!” સર મલબેરીએ બોલવા માંડ્યું; “મિસ નિકલ્ટી ના કહેવા માટે પણ માં ઊંચું કરી મારી આંખોમાં આંખો મિલાવે, તો એ માટે પણ પચાસ પાઉંડ ડૂલ!”
“અરે, એથી બમણી રકમ પણ ડુલ કરી શકાય; શી આંખો !” પાઇક ટેકામાં બોલ્યો.
“અરે ચાર ગણી પણ કેવી કાતીલ આંખો !” પ્લેક બોલ્યો.
“ચાર મિનિટ પૂરી થઈ,” જેને ઘડિયાળ સોંપવામાં આવી હતી તે ટાઈમ-કીપર સ્નૉબ બોલ્યો.