________________
૮૦
બંધન અને બળવો “કોણ બોલ્યું એ?” સ્કવીયર્સે પોતાની વિકરાળ નજર પાછળ કરીને પૂછ્યું.
“હું બોલ્યો; હું આ અત્યાચાર બરદાસ્ત કરી શકું તેમ નથી.”
“તું સહન કરી શકે તેમ નથી, એમ? અલ્યા ભિખારડા, તારી આ હિંમત?” એટલું બોલીને આવીયર્સે એક બે ડગલાં પાછા ખસી, જોરથી, નિકલ્ટીના જ મોંઢા ઉપર એ ફટકો ચમચમાવી દીધો. | નિકોલસના મોં ઉપર ભૂરું સોળ ઊપસી આવ્યું. પરંતુ જુસ્સામાં આવી જઈ, એ ફટકાની બળતરા ભૂલી, તે સીધો સ્કવીયર્સ ઉપર કૂદ્યો, અને તેના હાથમાંથી એ સોટી ઝૂંટવી લઈ, તેને ગળેથી પકડી, જોરથી તેની જ સોટીથી તેને ફટકારવા માંડ્યો. એ કાયર, ગુંડો ‘ધાજો,’ ‘ધાજો,’ ‘મને મારી નાખ્યો,’ ‘ખૂન’– એવી વેદનાભરી ચીસો પાડતો ધૂ જવા લાગ્યો.
છોકરાઓમાંથી તો કોઈ જરાય ચહ્યું નહિ. પરંતુ આવીયર્સનો જાડિયો છોકરો નિકોલસના કોટની પૂંછડી પકડીને તેને ટીંગાઈ ગયો. મિસિસ સ્કવીયર્સ બૂમો પાડતી પોતાના પતિના કોટની પૂંછડી પકડી, તેને પાછો ખેંચવા લાગી; અને મિસ ફેની સ્કવીયર્સ, જે અત્યાર સુધી બારણાની કળના કાણામાંથી શું ખેલ થાય છે તે જ જોયા કરતી હતી, તે અંદર ધસી આવી, અને શાહીના ખડિયા વગેરે જે હાથમાં આવ્યું તે નિકોલસના મોં ઉપર જોરથી છૂટું ફેંકવા લાગી.
નિકોલસ અત્યારે મરણિયો થઈ ગયો હતો, તેને આ બધા પ્રહારો જાણે પીંછાં વરસતાં હોય એથી વિશેષ કંઈ લાગ્યા નહીં. પણ એ બધા બુમરાણ અને ધમાચકડીથી ત્રાસી, છેવટે તેણે, પોતામાં બાકી રહેલા જોરથી, પાંચ-છ વધુ ફટકા સ્કવીયર્સને લગાવી દીધા, અને પછી જોરથી ધક્કો મારી તેને દૂર ફગાવ્યો. એ ધક્કાનું જોર એટલું ભારે હતું કે, પાછળ ઊભેલી મિસિસ ક્વીયર્સ આખી એક પાટલી ઉપર થઈને ફેંકાઈ ગઈ, અને સ્કવીયર્સનું માથું જમીન ઉપર ગબડતા