________________
રાફ સ્કિવયની મદદ લે છે
૩૨૫ તો ઝટપટ બાળી જ નાખો! એવાં કાગળિયાં કરતાં તો થોડા રોકડા પૈસા ઉઠાવી લાવ્યાં હોત તો સારું! પૈસા ઉપર કોઈનું નામઠામ લખેલું ન હોય!”
પેગ ડોશી પણ એના જવાબમાં માત્ર હસી પડી અને બોલી, પણ મારે પૈસા શું કરવા છે? મારે ચોરી ઓછી કરવી હતી? મારે તો એને સજા જ કરવી હતી- એની દગાબાજીની. અને તમે શું જાણો? આ કાગળિયાં હું ઉપાડી લાવી છું, તેથી એને બહુ જ ભારે સજા થઈ છે. જોજો ને, તે તો મરવા જ પડશે.”
છતાં પેગ ડોસી, તમારે કામમાં ન હોય એ કાગળિયાં તમારી પાસે રાખવાં નકામાં. તમે છડે છડાં હો, તો કશો પુરાવો જ ન મળે કે, તમે શું ચોરીને લાવ્યાં છો. તમે તો એટલું જ કહી શકો કે, મારો માલિક પરણ્યો, એટલે મને એનું કામ કરવાનું નહિ ફાવે એમ માની હું રાજીનામું આપીને જ ચાલી આવી છું; ખરું કે નહિ? માટે તમે એ પેટી બાળી જ નાખો.”
સ્કિવય વધારામાં સૂચવ્યું, “એ બધું બાળી નાખતા પહેલાં એ કાગળો મને જોઈ લેવા દો; એમાં કોઈ આપણા કામમાં આવે એવું કાગળિયું હોય તો જોઈ લેવું સારું. એટલે તમે ખાલી પેટી તોડીને બાળવા માંડો અને હું કાગળિયાં જોઈ જોઈને તમને આપું.”
ડોસીએ તરત એ પેટી સંતાડી હતી ત્યાંથી ઉપાડી આણી. પછી તેનાં કાગળિયાં સ્કિવયર્સ આગળ ઠાલવી દઈ, પોતે એ પેટીને તોડી ફોડી અંગીઠીમાં નાખી સળગાવવા માંડી.
આ બધું ચાલતું હતું તે દરમ્યાન ઘરનું બારણું ધીમેથી ઊઘડ્યું, અને અંદર બે માણસો દાખલ થયા: એક હતો કૈંક ચિયરીબલ, અને બીજો હતો ન્યૂમેન નૉઝ. ન્યૂયૅને અંદર આવી એક કટાઈ ગયેલા આંકડા ઉપર ભેરવેલી જૂની હાથધમણ ઉતારી લીધી. તે બંને જણ ધીમે ધીમે હવે પેલાં બે હતાં તે ઓરડાનું બારણું ધકેલી અંદર આવ્યા, અને તેઓની પાછળ ચુપચાપ ઊભા રહ્યા.