________________
મૅડમ ઑન્ટેલિની
૭૫
બીજે દિવસે બરાબર પાંચને ટકોરે રાલ્ફ નિકલ્બી તરફથી ન્યૂમૅન નૉગ્ઝ આ લોકોને તેમને મકાને લઈ જવા આવ્યો.
મિસ લાક્રીવીએ વિદાય વખતે કેટને એટલું જ કહ્યું, “હું અવારનવાર તમારા લોકોની ખબર કાઢતી રહીશ; અને એટલું જાણજો કે, આખા લંડનમાં બીજું કોઈ નહિ હોય, પણ હું તો છું જ, જે તમો લોકોની ખબરઅંતર જાણવા હંમેશ ઉત્સુક રહેશે.”
ન્યૂમૅને મિસલા ક્રીવીનો આ ભાવ જોઈ, કોણ જાણે શાથી, પોતાની દશે આંગળીઓના એકેએક વેઢાના ટચાકા ફોડી દીધા.
ઘોડાગાડી મંગાવી, તેમાં બેસીને ન્યૂમૅન, મિસિસ નિકલ્બી અને કેટ જ્યારે તેમને માટે નક્કી કરાયેલા ઘર આગળ આવ્યાં, ત્યારે એ ઘરની ખંડેર જેવી પડતર હાલત જોઈ, કેટનું હૃદય બેસી જવા લાગ્યું. ન્યૂમૅને આમ તેમ ફાંફાં મારી થોડું ઘણું ભાગ્યું-તૂટયું ફર્નિચર એકાદ ઓરડામાં ભેગું કર્યું હતું તથા ધૂળધમા ભેગું કરી અંગીઠીમાં દેવતા પાડયો હતો.
66
મિસિસ નિસ્બીએ એ બધું જોઈ, કેટને કહ્યું, તારા ભલા કાકાએ કેટલી કાળજી રાખીને આપણાં સુખસગવડ માટે આ બધું તૈયાર રાખ્યું છે!” તે સાંભળી, બાજુએ ઊભેલા ન્યૂમૅને તરત પાછા પોતાની દશે આંગળીઓના ત્રીસે ટચાકા જોરથી ફોડયા.