________________
११
હોય તો તે એ જ છે કે, તેઓ અંગ્રેજી મારફતે મેળવેલા બધા જ્ઞાનની કબર જ પોતાને બનાવી મૂકે છે: તેમનું તે જ્ઞાન તેમની મારફતે પોતાની ભાષા દ્વારા પોતાના લોકોમાં ઊતરતું-સંચરતું નથી. એટલે હિંદુસ્તાનમાં થોડાક મૂઠીભર અંગ્રેજી ભણેલા લોકો છે, માટે હવે પરદેશી ભાષામાંથી કશું કોઈએ સ્વભાષામાં ન ઉતારવું – એ તો એ લોકોનો અતિ અઘરો ‘હુકમ ’ થયો ગણાય; અને તેને માથે ચડાવવા કોઈ તૈયાર થાય, એમ હું માનતો નથી.
ઉપરાંત, મારો તો દાવો છે કે, પરદેશની સ-રસ વસ્તુ સ્વભાષામાં સારી રીતે ઉતારેલી વાંચવા મળે છે, તો અંગ્રેજી વાંચનારને પણ તેનો જુદી જ જાતનો નવો રસ મળે છે! પોતાની માતૃભાષાની મીઠાશ જુદી જ વસ્તુ છે; અને પરદેશી વિચાર પણ સ્વભાષા મારફત આવે, ત્યારે આપણને વધુ અવગત થાય છે—આપણા ચિત્તતંત્રમાં રચી-પચી જાય છે, એવો સામાન્ય અનુભવ છે.
પાછલી ઉંમરે મેં આ બધી નવલકથાઓને ગુજરાતીમાં વિસ્તૃત સંક્ષેપ રૂપે ઉતારવાનું શરૂ કર્યું, ત્યારે એ ભાવથી અને એ ભાવનાથી જ શરૂ કર્યું છે. અને જેમના અભિપ્રાયની મારે મને ખાસ કિંમત છે, તેઓએ એ પ્રવૃત્તિને સંમતિ આપી મને ઉત્તેજન આપ્યું છે, એ મારે માટે ખાસ આનંદની વાત છે.
ગુજરાતી ભાષા જેમ જેમ ખેડાતી જાય છે, તેમ તેમ તેની કોઈ અનોખી મધુરતા અને શક્તિ પ્રગટ થતી જાય છે. ગુજરાતી લિપિ સંસ્કૃતાદિ લિપિઓનો સુંદરતમ વિકાસ છે, એમ હવે ઘણા તજ્જ્ઞો કબૂલ કરે છે. તેવું જ ગુજરાતી ભાષાના આંતરિક સૌંદર્ય અને તાકાતનું પણ છે. ગાંધીયુગે એ ભાષાના ખેડાણને જે વેગ આપ્યો છે, અને ગૂર્જરીના કેટલાક અનોખા સપૂતોએ તેને ઉચ્ચ શિક્ષણનું માધ્યમ બનાવી, તેને માટે ઉચિત ખેડાણનાં જે દ્વાર મોકળાં કરી આપ્યાં છે, તે લાભ દેશની બીજી કોઈ ભાષાને હજી મળ્યો નથી. તેથી વિકાસની બાબતમાં ગુજરાતી ભાષા સૌ દેશભાષાઓમાં સહેજે