SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ આગળ રહી છે, અને રહો ! હિંદી વગેરે ભાષાઓમાં થયેલા તરજૂમાઓ જોતાં જ એ વાતની સૌ કોઈને ખાતરી થશે. અત્યારે કેટલાકો, ગુજરાતીના એ વિકાસને અંગ્રેજી ભાષાથી મળતી રોટીના લોભમાં આવી જઈ, પાછો પાડી દેવા પ્રવૃત્ત થયા છે; પરંતુ કેટલાક લોકોનું માત્ર પેટ, બહુજનો માટે હિતકર અને આવશ્યક બાબતોની ઉન્નતિ અને પ્રગતિની આડે હંમેશ આવી શકે, એમ કદી બન્યું નથી અને બનવાનું નથી. ગુજરાતના કરોડો પોતાની રોટી માત્ર અંગ્રેજી વડે નથી મેળવતા, એ હકીકત છે, અને કોઈ પણ આઝાદ પ્રજાએ મેળવી હોય, એવું બનેલું નથી. ગુલામ પ્રજાઓના કેટલાક માટીપગાઓ જ પોતાને ગુલામ બનાવનારની એવી ખુશામતથી ફાવી ગયેલા અને ફાવતા હોય છે, એ જુદી વાત! પરિવાર પ્રકાશન સંસ્થાએ આ એક સુંદર યશસ્વી પ્રવૃત્તિ ઉપાડી છે. તેમાં જોડાવાનો મને યત્કિંચિત્ લાભ મળ્યો, તેને હું મારું સદ્ભાગ્ય સમજું છું. ગોપાળદાસ જીવાભાઈ પટેલ
SR No.006010
Book TitleNikolas Nikalbi
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1965
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy