________________
અકસ્માત
૧૯૩ “નહિ,” પેલાએ દાંત કચકચાવી જવાબ આપ્યો.
“જો તમે તમારા ઘોડાની ઝડપની ગણતરી રાખતા હશો, તો ખત્તા ખાશો; હું પાછળ લટકવું પડે તો લટકીને પણ તમારી સાથે જ આવવાનો છું.”
“આ ચાબૂક જોઈ છે?” મલબેરીએ ચાબૂક બતાવીને પૂછ્યું.
“તું તે સથ્રહસ્થ છે કે કોઈ હરામજાદો છે?” નિકોલસે હવે ગુસ્સાથી સળગી જઈ બૂમ પાડી.
“તું સાળો કોઈ વર્ણસંકર છે, એની મને ખાતરી છે,” મલબેરીએ સામી ગાળ ભાંડી. - “હું તો ગ્રામપ્રદેશના એક વૃહસ્થનો પુત્ર છું. મિસ નિકલ્બી મારી બહેન છે. પણ તારામાં તારી હીન વર્તણૂકનો જવાબ આપવાની હિંમત છે કે નહિ?”
મારી પાસે જવાબ તો કોઈ લાયક માણસ માગી શકે, અને તેવાને જ મારે જવાબ આપવાનો હોય; તારા જેવા કુત્તાઓને હરગિજ નહિ,” મલબેરીએ લગામ હાથમાં લેતાં તેને તડૂકીને કહ્યું; “ચાલ, બાજએ ખસી જા, જોઉં – વિલિયમ, ઘોડીને છોડી દે.”
| નિકોલસે તરત ઘોડીની લગામ માં આગળથી પકડી લીધી. ઘોડી બહુ તેજીલી હતી, અને તેણે ભયંકર હણહણાટ કર્યો. મલબેરીએ ઘોડીને ચાબૂક મારી, પણ નિકોલસે જીવ ઉપર આવી જઈ તેને મેંના ચોકડા આગળથી પકડી રાખી. ઘોડીએ બે પગે ઊભી થઈ એકદમ જોરથી આગળ ઠેકડો ભર્યો.
તે જ વખતે મલબેરીએ ચાબૂકની દોરી તેના હાથા પર વીંટી લઈ નિકોલસને માથા અને ખભા ઉપર જોરથી ફટકારવા માંડ્યો. તેમાં એ ચાબૂક ભાગી ગઈ. નિકોલસે હવે તેનો દાંડો મલબેરીના હાથમાંથી ઝૂંટવી લઈ, મલબેરીના મોં ઉપર એવા જોરથી માર્યો કે, આંખથી હોઠ સુધી તેના મોં ઉપર મોટો ચીરો પડ્યો. તે જ ઘડીએ ઘોડીએ જોર કરી ચાર પગે છલંગ મારી.
નિ.-૧૩