________________
વિચિત્ર સંમિલન !
૨૪૧
“લે, હું તો વધારાનું કહી રાખું છું કે, એવો બીજો કોઈ છોકરો તારા વાડામાંથી નીકળીને નાસી જતો હશે, તોપણ હું તેને મદદ કરીશ. અને તારા વીસ વીસ છોકરા નાસી જતા હશે, તો વીસ વીસ છોકરાનેયે મદદ કરીશ. અને જો તું એમાંના કોઈને પકડીને કોચગાડીમાં પૂરીને પાછો લઈ જતો હશે, તો એ ઘોડાગાડીને અને જરૂર પડયે તારા માથાને તોડી નાખીને પણ મદદ કરીશ!”
tr
“વાહ, બબ્બે સાક્ષીઓ સાંભળતાં તું આ બધું બોલે છે! હું અત્યારે જ એ બધું મારી ડાયરીમાં ટપકાવી લઉં છું. દેશમાં અદાલત જેવી ચીજ છે, એ યાદ રાખજે.”
“અદાલતનું નામ બેટા ન દેતો; પહેલી તો તારી આખી નિશાળ જ અદાલત આગળ રજૂ કરવા જેવી છે, – જો અદાલતને આંખો હોય તો !”
ર
સ્કિવયર્સ તેની સાથે વધુ જીભાજોડીમાં ઊતર્યા વિના પોતાની દીકરીને અને નિકોલસને સંબોધીને બોલ્યો, “અને તું યાદ રાખજે કે, થોડા વખતમાં હું તારી વલે કેવી બેસાડું છું તે. તું છોકરાઓને ભગાડી જાય છે અને પોતાની સાથે રાખે છે, પણ તે છોકરાઓના બાપ આવી ન પડે તે સાચવજે, સાવધાન! ભગાડેલા છોકરાઓના બાપ આવી પડશે, અને તેઓ તારી પાસેથી એ છોકરાઓને પાછા મેળવી મારે જે કરવું હોય તે કરવા મને પાછા સોંપશે, સમજ્યો ? સાવધાન !”