________________
૩૪૨
નિકોલસ નિકલ્બ રાતના દશ વાગ્યાના અરસામાં બારણે જોરથી ટકોરા પડયા. રાલ્ફ જાતે જઈને બારણું ઉઘાડ્યું, તો મિત્ર ટિમ લિકિન વૉટર આવ્યા હતા. તેમણે રાફને જણાવ્યું કે, “એક અગત્યનું કામ છે, એટલે તમે તરત અમારી ઑફિસે ચાલો. તમારે લગતી એવી અગત્યની બાબત છે કે, તમે ના ન પાડી બેસો માટે હું પોતે ખાસ આવ્યો છું. તમે જાણો છો કે, કંઈ અગત્યનું કે ગંભીર કામ ન હોય, તો હું આમ દોડાદોડ કરું તેવો માણસ નથી.”
રાલ્ફમાં અત્યારે ઘસીને “ના” પાડવાના પણ હોશ નહોતા. તે પોતાનો ટોપો લઈ આવ્યો અને ટિમ લાવ્યો હતો તે ઘોડાગાડીમાં બેસી તેની સાથે ગયો. - બંને ચિયરીબલ ભાઈઓ પોતાના કમરામાં તેની રાહ જોઈને બેઠા હતા. એક બાજુએ પીઠ કરીને કોઈ ત્રીજું માણસ પણ બેઠું હતું. તેની સામે આંગળી કરીને રાલફે તરત કહ્યું, “એ કોણ છે?”
“બે કલાક અગાઉ તેમણે એક ખબર કહ્યા, તે ઉપરથી તમને અમે ઉતાવળે તેડાવ્યા છે,” ભાઈઓએ જવાબ આપ્યો.
હવે વળી શો નવો કોયડો તમારે ઊભો કરવો છે? બોલી નાખો – જે હોય તે,” રાલ્ફ છાંછિયું કરીને કહ્યું.
તમારા નિકટમાં નિકટ સગાનું મૃત્યુ થયું છે, અને એ વાત જ અમારે કરવાની છે.”
“તો શું મારી ભત્રીજી મરી ગઈ? એ ખબર મારે ઘેર મને કહેવામાં આવી હોત, તો હું તે કહેનારને ખોબો ભરીને વધાઈના પૈસા આપી દેત. એ ખબર આપવા માટે મને અહીં બોલાવવાની જરૂર નહોતી.”
અરે નઠોર માણસ, કેટ બિચારી શા માટે મરે? તે તો ભલી ચંગી છે,” ભાઈ ચાલ્યું જવાબ આપ્યો.
તો શું તેથી વધુ સારા સમાચાર તમારે નિકોલસના મૃત્યુના મને આપવાના છે? તો તો, તમે મારા કરતાં ક્યાંય વધુ તવંગર