________________
૧૭૪
નિકોલસ નિકબી મિસિસ નિકલ્બી આમ ને આમ હજુ આગળ હાંકયે રાખત. પણ રાલ્ફ તેમની વાત વચ્ચેથી જ કાપી નાંખવાને પૂછયું, “હું, આ તમારા હાથમાં જે પરબીડિયું છે, તે મારે માટે છે કે શું?”
હા, હા, દિયરજી; તમને આપવા માટે જ હું આટલે દૂરથી ચાલતી આવી છું પણ આવ્યા પછી, આ માનવંત સંગૃહસ્થોની સાથે વાતચીત કરવાના મોંઘેરા લહાવામાં –”
અરે, તમે વાછતાં આવ્યાં? અહીંથી તમારું ઘર કેટલુંક દૂર થાય?” મલબેરીએ તક ઝડપી લઈને પોતાની વાત વચ્ચે કાઢી.
કેટલું દૂર થાય? જુઓને, અમારા ઘરથી ઓલ્ડ બેઇલી એક માઈલ થાય.”
ના, ના, એક માઈલ તો ન જ થાય,” મલબેરીએ જાણે તેના ઘરનું ઠેકાણું જાણતો હોય તેમ તોપ મારી.
વાહ, કેમ ન થાય? ઓલ્ડ બેઈલીથી ન્યૂગેટ સ્ટ્રીટ, પછી આખું ચીપસાઈડ થઈને લોમ્બાર્ડ સ્ટ્રીટ, અને ત્યાંથી ગ્રેસ ચર્ચ સ્ટ્રીટ થઈને પાછા થેમ્સ સ્ટ્રીટનો પાર સ્પિગવિહિન-વાર્ફ સુધી જઈએ, એટલે, બોલો, માઈલ થાય કે નહિ?”
હવે મને લાગે છે કે, માઈલ થાય જ, પણ પાછા ફરતાં તમે પાછાં એટલે દૂર ચાલીને જ જવા માગો છો?”
નારે! ઑમ્ની બસમાં બેસી જઈશ.” “બરોબર! અંધારું થતાં પહેલાં તમારે ઘેર પહોંચી જવું જોઈએ.” રાલફે ઉતાવળ કરાવવા માંડી.
લૉર્ડ ફ્રેડરિક,” મલબેરીએ કહ્યું, “મિસિસ નિકલ્બી જાય છે તે બાજુ જ આપણે પણ જવાનું છે; તો ઑમ્નીબસના સ્ટેન્ડ વચ્ચે તેમને ઉતારી દઈશું?”
“જરૂર, જરૂ-ઉ-ઉ-૨!”
“હું ! એમાં તે હોય?” મિસિસ નિકલ્બી વિવેકભેર આનાકાની કરવા લાગી.