________________
નિકોલસ નિકલ્બી
પણ આ બોલાચાલીનો તરત જ અંત આવ્યો. કારણકે, મિ. લિલીવીકે, પોતાની અમલદારશાહી રીતે, ઘંટનું દોરડું ખેંચ્યું, એથી સૌ કોઈ જાણી ગયું કે, નામદાર સરકારના પાણી-વેરા અમલદાર પધાર્યા છે.
૯૮
મિ૦ કૅન્વિઝે પોતાની મોટી દીકરી મૉલિનાને દાદાજીનો સત્કાર કરવા તરત દોડી જવા કહ્યું. સાથે તેને સૂચના આપી કે, બારણું ઉઘાડીને તરત જ તેમને ગળે ટીંગાઈને ચુંબન કરજે.
પછી પાણીવેરા કલેકટર અંદર આવતાં જ મિસિસ ડૅન્વિઝે તેમના બંને ગાલ ઉપર વહાલભર્યું ચુંબન કર્યું, તથા આખી મંડળીની ઓળખાણ તેમને તથા તેમની ઓળખાણ આખી મંડળીને કરાવી.
અહા ! કેવો નમ્ર વિવેકી માણસ આ વેરા-કલેકટર છે! સૌની સામે જુએ છે; સૌની સાથે હાથ મિલાવે છે; સૌની સાથે બોલે છે!
પછી મિ∞ લિલીવીકની હાજરીમાં ભોજન પીરસાયું અને સૌએ તેને પૂરેપૂરો ન્યાય આપ્યો. ભોજન બાદ કાકાને અંગીઠી પાસે આરામખુરશી ઉપર બેસાડવામાં આવ્યા અને ચારે છોકરીઓને આગળની હરોળમાં બેસાડવામાં આવી. એ સુંદર દેખાવ જોઈ મિસિસ કૅન્વિઝ લાગણીવશ થઈ મિ૦ કૅન્વિના ખભા ઉપર માથું ઢાળી દઈ, છેક જ ભાગી પડયાં : “ અહા! કેવાં સોહામણાં છોકરાં છે! પણ મારાથી એ જોયું જતું નથી! જે બહુ સુંદર હોય એ ભાગ્યે લાંબું જીવે !”
થઈ રહ્યું; સત્યાનાશ ! બધી સ્ત્રીઓ પોતાનો ધર્મ સમજી મિસિસ કૅર્નિંગ્ઝને આશ્વાસન આપવા લાગ્યાં. પેલી નાની છોકરીઓએ પોતાનું મોત ચર્ચાતું જોઈ એકદમ રડારોળ કરી મૂકી. મિસિસ ડૅન્વિઝે તેમને ગાંડાની પેઠે એક પછી એક પોતાની છાતીએ દબાવવા માંડી. પછી જ્યારે તેમનો ડૂમો શમ્યો, ત્યારે એ છોકરાંને આખી મંડળીએ છૂટાં છૂટાં વહેંચી લીધાં, જેથી તેમનું ભેગું સૌંદર્ય જોઈને મિસિસ ડૅન્વિઝની લાગણી ફરીથી ઉશ્કેરાઈ ન જાય.