Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પ્રથમકાર
આ શીત છે, એ પ્રકારની સ્પર્શનેન્દ્રિયના વિષયની પ્રતિપત્તિ-જ્ઞાન અવિપરીત હોય છે. જેમ અતિ ગાઢ વાદળાંઓથી ચન્દ્ર અને સૂર્યની પ્રભા દબાયા છતાં પણ સંપૂર્ણપણે તેની પ્રજાનો નાશ થતો નથી પરંતુ કંઈક અંશ ઉઘાડો રહે છે. જો તે અંશ ઉઘાડો ન રહે તો દરેક પ્રાણીઓમાં પ્રસિદ્ધ દિવસરાત્રિનો ભેદ દૂર થાય. “કહ્યું છે કે–ગાઢ વાદળાંઓ છતાં પણ ચન્દ્ર અને સૂર્યની પ્રભા ઉઘાડી હોય છે.” તેમ અહીં પણ પ્રબળ મિથ્યાત્વમોહના ઉદયથી સમ્મસ્વરૂપ આત્માનું
સ્વરૂપ દબાવા છતાં પણ તેનો અંશ ઉઘાડો રહે છે, કે જે વડે મનુષ્ય અને પશુ આદિ અતાત્ત્વિક વિષયની અવિપરીત પ્રતીતિ દરેક આત્માઓને થાય છે. માત્ર તાત્ત્વિક વિષયની યથાર્થ શ્રદ્ધા હોતી નથી. તે અંશ ગુણની અપેક્ષાએ મિથ્યાષ્ટિને પણ ગુણસ્થાનકનો સંભવ છે.
પ્રશ્ન–અંશ ગુણની અપેક્ષાએ મિથ્યાદષ્ટિને જ્યારે તમે ગુણસ્થાનક માનો છો, ત્યારે તેને મિથ્યાષ્ટિ કેમ કહો છો? કારણ કે મનુષ્ય પશુ આદિ વિષયની પ્રતિપત્તિ-શ્રદ્ધાની અપેક્ષાએ અને છેવટે નિગોદ અવસ્થામાં પણ તથા પ્રકારની સ્પર્શની અવ્યક્ત પ્રતીતિની અપેક્ષાએ દરેક આત્માઓમાં સમ્યગ્દષ્ટિપણું ઘટી શકે છે. તાત્પર્ય એ કે અંશ ગુણની અપેક્ષાએ દરેક આત્માઓને સમ્યક્તી કહેવા જોઈએ, મિથ્યાદષ્ટિ નહિ, તો મિથ્યાદષ્ટિ કેમ કહ્યા ? - ઉત્તર–ઉપરોક્ત તમારો દોષ ઘટી શકતો નથી. કારણ કે ભગવાન અરિહંતે કહેલ સંપૂર્ણ પ્રવચનના અર્થને માનવા છતાં પણ તેની અંદરનો એક પણ અક્ષર ન માને તો તે સર્વજ્ઞ પ્રભુ પર વિશ્વાસ ન હોવાને લીધે મિથ્યાદષ્ટિ જ કહેવાય છે. કહ્યું છે કે સૂત્રમાં કહેલ એક પણ અક્ષરની અશ્રદ્ધાથી આત્મા મિથ્યાદષ્ટિ થાય છે.” હવે જો સૂત્ર જ તેને પ્રમાણ નથી, તો ભગવાન અરિહંતે કહેલ જીવ અજવાદિ વસ્તુ વિષયક યથાર્થ તત્ત્વનિર્ણય ક્યાંથી હોય ? - પ્રશ્ન—ઉપર કહ્યું કે ભગવાન અરિહંતે કહેલ સિદ્ધાંતના સંપૂર્ણ અર્થને માનવા છતાં પણ તેની અંદરના એક પણ અક્ષરને ન માને તો તે મિથ્યાદષ્ટિ છે. પરંતુ ન્યાયની રીતે તો તે મિશ્રદષ્ટિ છે, કારણ કે ભગવાન અરિહંતે કહેલા સિદ્ધાંતના સઘળા અર્થને માને છે, માત્ર કેટલાક અર્થોને જ માનતો નથી. અહીં કેટલાક અર્થોની શ્રદ્ધા, કેટલાક અર્થોની અશ્રદ્ધા એમ શ્રદ્ધાઅશ્રદ્ધાનું મિશ્રપણું હોવાથી મિશ્રદષ્ટિ કહેવાવો જોઈએ, મિથ્યાદષ્ટિ કેમ કહેવાય ?
ઉત્તર–શ્રદ્ધા-અશ્રદ્ધાનું મિશ્રપણું હોવાથી મિશ્રદષ્ટિ કહેવાવો જોઈએ, મિથ્યાદષ્ટિ નહિ. એ જે કહ્યું તે વસ્તુસ્વરૂપનું જ્ઞાન હોવાથી અસત્ છે. અહીં વસ્તુસ્વરૂપ આ છે—જયારે વીતરાગે કહેલ જીવ અજીવ આદિ સઘળા પદાર્થોને તે જિનપ્રણીત છે, માટે યથાર્થરૂપે સદહે ત્યારે તે સમ્યગ્દષ્ટિ છે, જ્યારે જીવ અજવાદિ સઘળા પદાર્થોને અથવા તેના અમુક અંશને પણ અયથાર્થ રૂપે સહે ત્યારે તે મિથ્યાદષ્ટિ છે, અને જ્યારે એક પણ દ્રવ્ય કે પર્યાયના વિષયમાં બુદ્ધિની મંદતા વડે સમ્યજ્ઞાન અથવા મિથ્યાજ્ઞાનનો અભાવ હોવાથી ન તો એકાંતે યથાર્થ શ્રદ્ધા હોય, કે ન તો એકાંતે અશ્રદ્ધા હોય, ત્યારે તે મિશ્રદષ્ટિ કહેવાય છે. શતકની બૃહસ્થૂર્ણિમાં કહ્યું છે કે–“નાળિયેર દ્વીપમાં વસનાર ભૂખથી પીડિત કોઈ એક પુરુષની આગળ ઓદન આદિ અનેક જાતનો આહાર મૂકીએ, પરંતુ તેને તે આહાર ઉપર નથી તો રુચિ હોતી, નથી તો અરુચિ હોતી, કારણ કે તે ઓદનાદિ આહાર પહેલાં કોઈ દિવસ તેણે દેખ્યો નથી, તેમ તે કેવો હોય તે સાંભળ્યો નથી. એ જ પ્રમાણે મિશ્રદષ્ટિને પણ જીવાદિ પદાર્થ ઉપર રુચિ કે અરુચિ હોતી પંચ.૧-૫