Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પ્રથમદ્વાર
પ્રકાશ ઉઘાડો થાય છે, મતિજ્ઞાનાદિ સંજ્ઞીત કેવળજ્ઞાનનો પ્રકાશ હોતો નથી, પરંતુ સંપૂર્ણપણે દરેક વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણતો અત્યંત સ્ફટ પૂર્ણ પ્રકાશ હોય છે. કારણ કે ક્ષયોપશમને અનુરૂપ જે પ્રકાશનું મતિજ્ઞાન આદિ નામ આપતા હતા તે કેવળજ્ઞાનનો જ પ્રકાશ હતો. કેવળજ્ઞાનાવરણીય કર્મનો ઉદય અને મતિજ્ઞાનાવરણાદિનો ક્ષયોપશમ હતો ત્યારે જે અપૂર્ણ પ્રકાશ હતો તે આવરણોના સર્વથા દૂર થવાથી થયેલા પૂર્ણપ્રકાશમાં મળી ગયો, એટલે મતિજ્ઞાનાદિ નામો પણ નષ્ટ થયાં, તેથી જ મતિજ્ઞાનાદિ ચાર જ્ઞાનો નષ્ટ થાય ત્યારે કેવળજ્ઞાન થાય એ કથન કર્યું છે. કહ્યું છે કે–ઝૂંપડીના છિદ્ર દ્વારા આવેલા મેઘની આંતરે રહેલા સૂર્યનાં કિરણો ઝૂંપડી અને મેઘના અભાવમાં હોતાં નથી, તેમ આ ચાર જ્ઞાનો પણ હોતાં નથી,” અન્ય આચાર્યો આ વિષયમાં આ પ્રમાણે કહે છે–સયોગી કેવળીઆદિ ગુણસ્થાને પણ મતિજ્ઞાનાદિ જ્ઞાનો હોય છે. પરંતુ નિષ્ફળ હોવાથી તેની વિરક્ષા કરતા નથી. જેમ સૂર્યોદય થાય ત્યારે ગ્રહ નક્ષત્રાદિ સઘળા હોય છે છતાં નિષ્ફળ હોવાથી તેની વિવક્ષા કરતા નથી. કહ્યું છે કે “જેમ સૂર્યોદય કાળે નક્ષત્રાદિ હોય છે છતાં નિષ્ફળ હોવાથી વિવક્ષા કરતા નથી તેમ જિનેશ્વરોને આભિનિબોધિક જ્ઞાનાદિ જ્ઞાનો હોય છે છતાં નિષ્ફળ હોવાથી વિવિક્ષા કરતા નથી. તથા અચક્ષુર્દર્શન ચક્ષુર્દર્શન અને બહુવચનના નિર્દેશ વડે અવધિદર્શન સાથે સમ્યક્તનિમિત્તક અને મિથ્યાત્વનિમિત્તક બંને પ્રકારના ઉપયોગો હોય છે. કારણ કે એ ત્રણે દર્શનો પહેલા ગુણસ્થાનકથી બારમાં ગુણસ્થાનક પર્યત હોય છે, તેથી મતિ શ્રત અવધિ અને મન:પર્યવજ્ઞાન, સામાયિક છેદોપસ્થાપનીય પરિહારવિશુદ્ધિક અને સૂક્ષ્મસંપરાયચારિત્ર, ક્ષાયોપથમિક અને ઔપથમિકસમ્યક્ત એ દશ માર્ગણામાં કેવળદ્ધિક અને અજ્ઞાનત્રિકહીન શેષ સાત ઉપયોગી હોય છે, તથા અજ્ઞાનત્રિક, અભવ્ય, સાસ્વાદન અને મિથ્યાત્વ એ છ માર્ગણામાં કેવળદ્રિક અને મતિજ્ઞાનાદિ ચારે જ્ઞાનહીન ત્રણ અજ્ઞાન અને આદિનાં ત્રણ દર્શન એ છ ઉપયોગો હોય છે, કેવળજ્ઞાન અને કેવળદર્શનમાર્ગણામાં એ જ બે ઉપયોગી હોય છે, ચક્ષુ અચક્ષુ અને અવધિદર્શન એ ત્રણ માર્ગણામાં કેવળદ્ધિકહીન શેષ દશ ઉપયોગો હોય છે. અને અણાહારિમાર્ગણામાં મન:પર્યવજ્ઞાન અને ચક્ષુદર્શન સિવાયના દશ ઉપયોગો હોય છે. અણહારિપણું વિગ્રહગતિમાં તથા કેવળી સમુદ્યાતમાં ત્રીજે, ચોથે અને પાંચમે સમયે હોય છે. તેમાં વિગ્રહગતિમાં ત્રણ અજ્ઞાન આદિનાં ત્રણ જ્ઞાન અચક્ષુદર્શન અને અવધિદર્શન એ આઠ ઉપયોગો સંભવે છે, કેવળીસમુદ્ધાતમાં કેવળજ્ઞાન અને કેવળદર્શન ઘટે છે. આ પ્રમાણે માર્ગણામાં ઉપયોગો કહ્યા.
આ પ્રમાણે માર્ગણામાં યોગ અને ઉપયોગોનો વિચાર કર્યો, હવે ગુણસ્થાનોમાં વિચાર
- ૧. અહીં વિવફા નહિ કરવાનું કારણ પૂર્ણ જ્ઞાન જયારે હોય ત્યારે અપૂર્ણજ્ઞાનો નકામાં છે તે છે. આ આચાર્ય મહારાજ દરેક જ્ઞાન અને તેનાં આવરણો જુદાં જુદાં માને તો જ જ્ઞાનાવરણનો સર્વથા નાશ થવાથી જેમ મતિજ્ઞાનાદિ જ્ઞાનો છે એમ કહી શકે–જ્ઞાનોનો સદૂભાવ બતાવી શકે. પૂર્વની જેમ મતિજ્ઞાનાદિનું કારણ કેવળજ્ઞાનાવરણીય માને અને કેવળજ્ઞાનનો પ્રકાશ માને તો ન કહી શકે, કારણ કે જો મતિજ્ઞાનાદિનું કારણ કેવળજ્ઞાનાવરણીય માને તો તે કારણના નષ્ટ થવાથી ખુલ્લા થયેલા પ્રકાશમાં પેલો પ્રકાશ સમાઈ જાય એટલે મતિજ્ઞાનાદિ જ્ઞાનો સંભવી શકે જ નહિ. તેથી અન્ય આચાર્ય મહારાજના મતે - પાંચ જ્ઞાનો અને તેનાં આવરણો ભિન્ન ભિન્ન છે એમ સમજવું.