Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૧
सम्मत्तकारणेहि मिच्छनिमित्ता न होति उवओगा । केवलद्गेण सेसा संतेव अचक्खुचक्खुसु ॥१५॥ सम्यक्त्वकारणैमिथ्यात्वनिमित्ता न भवन्त्युपयोगाः ।
केवलद्विकेन शेषाः सन्त्येवाचक्षुश्चक्षुर्ध्याम् ॥१५॥ અર્થ–સમ્યવનિમિત્તક ઉપયોગો સાથે મિથ્યાત્વનિમિત્તક ઉપયોગો હોતા નથી. આ કેવલદિક સાથે અન્ય કોઈ ઉપયોગો હોતા નથી. તથા અચક્ષુદર્શન અને ચક્ષુર્દર્શન સાથે મિથ્યાત્વનિમિત્તક અને સમ્યક્તનિમિત્તક એમ બંને પ્રકારના ઉપયોગો હોય છે.
ટીકાનુ–સમ્યક્ત જેઓનું કારણ છે એવા મતિજ્ઞાનાદિ ઉપયોગો સાથે મિથ્યાત્વ જેનું નિમિત્ત છે એવા મતિઅજ્ઞાનાદિ ઉપયોગો હોતા નથી. કારણ કે પરસ્પર વિરુદ્ધ છે. તથા કેવલજ્ઞાન અને કેવળદર્શન સાથે છાધ્યસ્થિક મતિજ્ઞાનાદિ કોઈ પણ ઉપયોગો હોતા નથી. કારણ કે દેશજ્ઞાન તથા દેશદર્શનનો વિચ્છેદ થવાથી જ પૂર્ણ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે –“છાબસ્થિક જ્ઞાનો જ્યારે નષ્ટ થાય ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે.'
પ્રશ્ન–મતિજ્ઞાનાદિ જ્ઞાનો અને ચક્ષુદર્શનાદિ દર્શનો પોતપોતાનાં આવરણોનો યથાયોગ્ય રીતે ક્ષયોપશમ થવાથી ઉત્પન્ન થાય છે, તો જ્યારે સંપૂર્ણપણે પોત-પોતાનાં આવરણોનો ક્ષય થાય ત્યારે ચારિત્ર પરિણામની જેમ તેઓ પૂર્ણરૂપ થવાં જોઈએ. તો પછી કેવળજ્ઞાન, કેવળદર્શન થાય ત્યારે મતિજ્ઞાનાદિનો અભાવ કેમ થાય ? જેમ ચારિત્રાવરણીયનો ક્ષયોપશમ થવાથી સામાયિકાદિ ચારિત્રો ઉત્પન્ન થાય છે, અને જ્યારે ચારિત્રાવરણીય કર્મનો સર્વથા ક્ષય થાય છે ત્યારે યથાખ્યાત ચારિત્ર ઉત્પન્ન થાય છે, પરંતુ તેની ઉત્પત્તિમાં સામાયિકાદિ ચારિત્રનો નાશ થતો નથી, તેમ કેવળજ્ઞાનની ઉત્પત્તિમાં મતિજ્ઞાનાદિનો નાશ ન થવો જોઈએ. કહ્યું છે કે – આવરણોનો દેશથી નાશ થવાથી જે મતિશ્રુતાદિજ્ઞાનો હોય છે, તે આવરણનો સર્વથા નાશ થવાથી જીવને કેમ હોતા નથી ?
ઉત્તરજેમ સૂર્યની આડે ગાઢ વાદળાંનો સમૂહ આવ્યો હોય છતાં દિવસ-રાત્રિનો સ્પષ્ટ વિભાગ માલૂમ પડે તેટલો પ્રકાશ ઉઘાડો રહે છે. વળી તે પ્રકાશની આડે સાદડીની ઝૂંપડી હોય તેના કાણામાંથી કાણાને અનુસરીને આવેલો પ્રકાશ તે ઝૂંપડીમાં રહેલી ઘટપટાદિ વસ્તુને જણાવે છે, તે સાદડીની ઝૂંપડીમાં આવેલો પ્રકાશ તે ઝૂંપડીનો સ્વતંત્ર નથી પરંતુ બહારથી આવેલો સૂર્યનો છે. હવે તે ઝૂંપડીનો નાશ થાય, અને વાદળાં દૂર ખસી જાય ત્યારે પૂર્ણ સૂર્યનો પ્રકાશ ઉઘાડો થાય છે, તેમ ગાઢ કેવળજ્ઞાનાવરણીયથી કેવળજ્ઞાન દબાવા છતાં પણ જડ અને ચૈતન્યનો સ્પષ્ટ વિભાગ માલૂમ પડે તેવો જ્ઞાનનો પ્રકાશ ખુલ્લો રહે છે. તે પ્રકાશને મતિજ્ઞાનાવરણાદિ આવરણો દબાવે છે. તેના ક્ષયોપશમરૂપ વિવરકાણામાંથી નીકળેલો પ્રકાશ જીવાદિ પદાર્થોને યથાયોગ્ય રીતે જણાવે છે, અને ક્ષયોપશમને અનુરૂપ મતિજ્ઞાન આદિ નામ ધારણ કરે છે. અહીં સાદડીની ઝૂંપડીમાંથી આવેલા પ્રકાશની જેમ મતિજ્ઞાનાવરણાદિના ક્ષયોપશમરૂપ વિવરમાંથી જે પ્રકાશ આવ્યો તે પ્રકાશ કેવળજ્ઞાનનો જ છે. હવે તે મતિજ્ઞાનાવરણાદિ આવરણો અને કેવળજ્ઞાનાવરણનો સર્વથા નાશ થાય ત્યારે પૂર્ણ સૂર્યના પ્રકાશની જેમ પૂર્ણ કેવળજ્ઞાનનો જ