Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૮
પંચસંગ્રહ-૧
છે. વિકલેન્દ્રિયમાં ઉપરોક્ત ત્રણ યોગમાં અસત્યઅમૃષાવચનયોગ જોડતાં ચાર યોગ હોય છે. વાયુકાય માર્ગણામાં ઔદારિકદ્ધિક, વૈક્રિયદ્ધિક અને કાર્મણ એ પાંચ યોગો હોય છે. કારણ કે બાદરપર્યાપ્ત વાયુકાયમાંના કેટલાકને વૈક્રિયલબ્ધિ હોય છે. મનોયોગ, વચનયોગ, મન:પર્યવજ્ઞાન, સામાયિક અને છેદો પસ્થાપનીય ચારિત્ર, એ પાંચ માર્ગણામાં ઔદારિકમિશ્ર અને કાર્મણ વિના તેર યોગો હોય છે. કારણ કે કાર્મણયોગ વિગ્રહગતિમાં તથા ઉત્પત્તિના પ્રથમ સમયે અને ઔદારિકમિશ્ર અપર્યાપ્તાવસ્થામાં હોય છે, તે વખતે મનોયોગાદિનો અભાવ છે, માટે તે બે યોગો હોતા નથી. ચક્ષુર્દર્શનમાર્ગણાએ કામણ ઔદારિકમિશ્ર વૈક્રિયમિશ્ર અને આહારકમિશ્ર સિવાયના અગિયાર યોગો હોય છે. પરિહારવિશુદ્ધિક અને સૂક્ષ્મસંપરાયચારિત્ર એ બે માર્ગણામાં મનોયોગ અને વચનયોગના ચાર ચાર ભેદ તથા ઔદારિકકાયયોગ એ નવ યોગો હોય છે. ચારિત્ર પર્યાપ્તાવસ્થામાં જ હોય છે તેથી તથા કોઈ લબ્ધિ હોય તો પણ તેનો પ્રયોગ આ ચારિત્રવાળા કરતા નહિ હોવાથી અન્ય યોગો હોતા નથી. ઉપરોક્ત નવમાં વૈક્રિયકાયયોગ મેળવીએ. એટલે સમ્યમિથ્યાષ્ટિમાર્ગણાએ દશ યોગ હોય છે. મિશ્રસમ્યક્ત પર્યાપ્તાવસ્થામાં જ હોય છે તેથી પર્યાપ્તાવસ્થાભાવિ યોગો જ આ માર્ગણાએ હોય છે. ઉપરોક્ત નવ યોગમાં વૈક્રિયદ્રિક મેળવતાં અગિયાર યોગ દેશવિરતિમાર્ગણાએ હોય છે. અહીં વૈક્રિયલબ્ધિનો પણ સંભવ છે, તેથી તે યોગો લીધા છે. યથાખ્યાત ચારિત્રમાર્ગણાએ ઉપરોક્ત નવમાં ઔદારિકમિશ્ર અને કાર્મણ કાયયોગ મેળવતા અગિયાર યોગો હોય છે. કારણ કે કેવળી સમુદ્ધાતમાં ઔદારિકમિશ્ર અને કાર્મણકાયયોગ એ બે યોગો હોય છે. ૧. કેવળજ્ઞાન અને કેવળદર્શન માર્ગણાએ સત્ય મનોયોગ અને અસત્યઅમૃષા મનોયોગ, સત્ય વચનયોગ અને અસત્યઅમૃષા વચનયોગ, ઔદારિક, ઔદારિકમિશ્ર, અને કાર્મણ કાયયોગ એમ સાત યોગો હોય છે, અસંજ્ઞીમાર્ગણાએ ઔદારિકદ્ધિક, વૈક્રિયદ્રિક, કાર્પણ અને અસત્યઅમૃષા વચનયોગ એ છ યોગો હોય છે અને અણહરિ માર્ગણાએ એક કાર્પણ કાયયોગ જ હોય છે. આ પ્રમાણે બાસઠ માર્ગણામાં યોગો કહ્યા. ૧૨. આ પ્રમાણે માર્ગણામાં યોગો કહીને હવે ઉપયોગો ઘટાવે છે– "
मणुयगईए बारस मणकेवलवज्जिया नवन्नासु । इगिथावरेसु तिन्नि उ चउ विकले बार तससकले ॥१३॥ मनुजगतौ द्वादश मनोज्ञानकेवलवर्जिता नवान्यासु ।
एकेन्द्रियस्थावरेषु त्रीणि तु चत्वारो विकले द्वादश त्रससकले ॥१३॥ ૧. આ માર્ગણામાં ચોથો કર્મગ્રંથ ગાથા ૨૮માં કાર્પણ અને ઔદારિકમિશ્ર વિના તેર યોગો કહ્યા છે. વૈક્રિય અને આહારિકમિશ્રનો નિષેધ કર્યો નથી. કારણ કે લબ્ધિઓ ફોરવનાર મનુષ્ય પર્યાપ્તો જ હોય છે. અહીં આહારકમિશ્ર અને વૈક્રિયમિશ્રનો પણ નિષેધ કર્યો છે. કારણ કે એ મિશ્ર યોગ હોય ત્યાં સુધી તે શરીરમાં ચક્ષુર્દર્શન હોતું નથી, વિવફાભેદ છે.
૨. કેવળજ્ઞાન તેરમે ગુણઠાણે હોય છે, ત્યાં કેવળીભગવાનને મનોયોગ અન્ય ક્ષેત્રમાં રહેલા અવધિ કે મન:પર્યવજ્ઞાનીઓ મન દ્વારા પ્રશ્ન પૂછે તેનો ઉત્તર મન દ્વારા આપે ત્યારે હોય છે. વચનયોગ ઉપદેશ આપે ત્યારે હોય છે. ઔદારિકકાયયોગ વિહારાદિ કાળે હોય છે. ઔદારિકમિશ્ર અને કાર્પણ કાયયોગ કેવળ સમુદ્ધાતમાં હોય છે.