Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પ્રથમદ્વાર
શેષ અગિયાર યોગો હોય છે. તેમાં ચૌદપૂર્વના અધ્યયનનો અભાવ હોવાથી આહારકદ્ધિક અને ભવધારણીય વૈક્રિયશરીર હોવાથી ઔદારિકકિ હોતા નથી. આ પ્રમાણે અન્યત્ર પણ હતુઓની સંકલના કરી લેવી. તિર્યંચગતિ, સ્ત્રીવેદ, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, અવિરતિ, સાસ્વાદન, અભવ્ય; મિથ્યાત્વ, ઔપથમિકસમ્યક્તવ, એ દશ માર્ગણામાં આહારકઠિકહીન શેષ તેર યોગો હોય છે. અહીં પણ આહારકહિકના અભાવનો વિચાર ઉપર કહ્યા પ્રમાણે જ સમજવો.
પ્રશ્ન–તિર્યંચગતિથી મિથ્યાત્વ સુધીની નવ માર્ગણામાં તો ચૌદપૂર્વના અધ્યયનનો અભાવ હોવાથી આહારકદ્ધિક ન હોય તે બરાબર છે પરંતુ ઔપશમિકસમ્યક્ત કે જે ચોથાથી અગિયારમા સુધીમાં હોય છે ત્યાં કેમ ન હોય ?
ઉત્તર–અનાદિમિથ્યાત્વી કે જેઓ પહેલે ગુણઠાણે ત્રણ કરણ કરી ઉપશમસમ્યક્ત પ્રાપ્ત કરે છે તેઓને તો ચૌદપૂર્વનો અભ્યાસ જ હોતો નથી તેથી, અને ચારિત્રમોહનીયની ઉપશમના કરવા માટે શ્રમણપણામાં જેઓ ઉપશમસમ્યક્ત પ્રાપ્ત કરે છે તેઓ સમ્યક્ત પ્રાપ્ત કર્યા બાદ તરત જ ચારિત્રમોહનીયની ઉપશમનાનો પ્રયત્ન કરે છે તેથી કોઈ પણ લબ્ધિ કદાચ હોય તોપણ ફોરવતા નથી, માટે તેઓને આહારકદ્ધિક હોતું નથી. તથા મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, પુરુષવેદ, નપુંસકવેદ, ક્રોધ, માન, માયા, લોભ, એ કષાયચતુષ્ટય, મતિ શ્રુત, અવધિજ્ઞાન, અવધિદર્શન, અચક્ષુર્દર્શન, છ વેશ્યા, ક્ષાયોપથમિકસમ્યક્ત, ક્ષાયિકસમ્યક્ત, ભવ્ય, સંજ્ઞી અને આહારક એ છવ્વીસમાર્ગણામાં પંદરે યોગો હોય છે. એકેન્દ્રિયમાર્ગણામાં મનોયોગ અને વચનયોગના ચાર ચાર ભેદ, તથા આહારક અને આહારકમિશ્ર સિવાયના ઔદારિક ઔદારિકમિશ્ર, કામણ, વૈક્રિય અને વૈક્રિયમિશ્ર એ પાંચ યોગો હોય છે. તેમાં પૃથ્વી, અપ, તેલ, અને વનસ્પતિકાયમાર્ગણામાં વૈક્રિયદ્વિકસિવાય ત્રણ યોગો હોય
૧. અગિયારમી ગાથામાં વિર્ભાગજ્ઞાને ઔદારિકમિશ્રનો નિષેધ કર્યો છે ત્યારે બારમી ગાથાની ટીકામાં તેર યોગમાં ઔદારિકમિશ્ર યોગ ગ્રહણ કર્યો છે. ચતુર્થ કર્મગ્રંથની ૨૬મી ગાથામાં પણ વિર્ભાગે તેરા યોગ લીધા છે. તેનું કારણ એમ જણાય છે કે અપર્યાપ્તાવસ્થામાં વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન ન થાય માટે ૧૧મી ગાથામાં વિર્ભાગજ્ઞાને ઔદારિકમિશ્રયોગનો નિષેધ કર્યો છે, અને દેવગતિમાંથી લઈને આવે તો મનુષ્યગતિમાં સંભવી શકે માટે ૧૨મી ગાથાની ટીકા વગેરેમાં ઔદારિકમિશ્ર યોગ ગ્રહણ કર્યો છે.
૨. ઉપશમસમ્યત્વે ઔદારિકમિશ્ર વૈક્રિયમિશ્ર અને કાર્પણ યોગો કેમ હોય તેનો વિચાર આ જ દ્વારની પચીસમી ગાથામાં અને તેના જ ટિપ્પણમાં કર્યો છે ત્યાંથી જોઈ લેવું.
૩. સઘળા યોગો છઠ્ઠા ગુણઠાણા સુધીમાં ઘટી શકે છે અને ઉપરોક્ત બધા ભાવો છઠ્ઠા અને તે કરતાં પણ ઉપરના ગુણઠાણે હોય છે તેથી ઉપરોક્ત સઘળી માર્ગણાઓમાં પંદરે યોગો સંભવે છે. કદાચ એમ શંકા થાય કે ક્ષાયિક ક્ષાયોપથમિક સમ્યક્તમાર્ગણાએ ઔદારિકમિશ્ર અને કાર્મણયોગ શી રીતે ઘટી શકે ? તેના ઉત્તરમાં સમજવું કે નવું સમ્યક્ત જો કે કોઈને અપર્યાપ્તાવસ્થામાં ઉત્પન્ન થાય નહિ, પરંતુ પૂર્વ ભવનું કરણ અપર્યાપ્તાવસ્થામાં હોઈ શકે છે. ક્ષાયોપથમિક સમ્યક્ત સાથે નરક સિવાય ત્રણ ગતિમાં અને ક્ષાયિક સાથે અસંખ્યાત વર્ષના યુવાળા મનુષ્ય તિર્યંચ ત્રણ નરક અને વૈમાનિક દેવ એમ ચારે ગતિમાં જઈ શકે છે. તેથી તે માર્ગણામાં અપર્યાપ્તાવસ્થાભાવિ ઔદારિકમિશ્ર, વૈક્રિયમિશ્ર, અને કાર્યરયોગો ઘટી શકે છે. તથા આહારિયાણામાં કાર્પણ કાયયોગ ઉત્પત્તિના પ્રથમ સમયે ઘટે છે, કેમકે તે વખતે જીવ આહારિ હોય છે.