Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પ્રથમકાર
અર્થ–મનુષ્યગતિમાં બાર, મન:પર્યવજ્ઞાન અને કેવલદ્ધિક વજી શેષ અન્યગતિમાં, એકેન્દ્રિય અને સ્થાવરમાં ત્રણ, વિકલેન્દ્રિયમાં ચાર, તથા ત્રસ અને પંચેન્દ્રિયમાં બારે ઉપયોગો હોય છે.
ટીકાનુ–મનુષ્યગતિમાં બારે ઉપયોગી ઘટે છે. નરકગતિ, તિર્યંચગતિ, અને દેવગતિમાં મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન અને કેવળદર્શન વિના નવ ઉપયોગો હોય છે. એકેન્દ્રિયમાર્ગણા, ઉપલક્ષણથી બેઈન્દ્રિય અને તે ઇન્દ્રિયમાર્ગણા, તથા પૃથ્વી અપૂ તેઉ વાયુ અને વનસ્પતિ એ પાંચ સ્થાવરકાય માર્ગણા એ આઠ માર્ગણામાં મતિઅજ્ઞાન શ્રુતઅજ્ઞાન અને અચક્ષુર્દર્શન એ ત્રણ ઉપયોગો હોય છે. ગાથામાં મૂકેલો “તુ' શબ્દ અધિક અર્થનો સૂચક હોવાથી દેશવિરતિમાર્ગણામાં મતિ, શ્રુત, અવધિજ્ઞાન, ચક્ષુ, અચક્ષુ, અને અવધિદર્શન, એ જ ઉપયોગી હોય છે. તથા અજ્ઞાન વડે મિશ્ર ઉપરોક્ત ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન મિશ્રણમ્યત્વમાર્ગણાએ હોય છે. અસંયતમાર્ગણામાં આદિના ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન એ નવ ઉપયોગ હોય છે. વિકસેન્દ્રિયમાં ચઉરિન્દ્રિયમાર્ગણાએ મતિ શ્રત અજ્ઞાન અને ચક્ષુ અચકુર્દર્શન એ ચાર ઉપયોગો હોય છે. ઉપલક્ષણથી અસંજ્ઞીમાર્ગણામાં પણ એ જ ચાર ઉપયોગો હોય છે. તથા ત્રસકાય અને પંચેન્દ્રિયમાર્ગણામાં બારે ઉપયોગો સંભવે છે. ૧૩.
जोए वेए सन्नी आहारगभव्वसुक्कलेसासु ।
बारस संजमसम्मे नव दस लेसाकसाएसु ॥१४॥ . योगे वेदे संज्ञिनि आहारकभव्यशुक्ललेश्यासु ।
द्वादश संयमसम्यक्त्वे नव दश लेश्याकषायेषु ॥१४॥ અર્થવ્યોગ, વેદ, સંજ્ઞી, આહારક, ભવ્ય, અને શુક્લ લેશ્યામાર્ગણામાં બારે ઉપયોગો હોય છે. સંયમ અને સમ્યક્તમાર્ગણામાં નવ અને લેશ્યા તથા કષાયમાર્ગણામાં દશ ઉપયોગો હોય છે.
ટીકાનુ–મનોયોગ, વચનયોગ અને કાયયોગ એ યોગમાર્ગણા; પુરુષ, સ્ત્રી અને નપુંસકવેદ એ વેદમાર્ગણા; સંજ્ઞીમાર્ગણા, આહારક, ભવ્ય, અને શુક્લલેશ્યામાર્ગણા, એ દશ માર્ગણામાં બારે ઉપયોગી હોય છે. અહીં વેદમાં કેવળજ્ઞાન અને કેવળદર્શન એ બે ઉપયોગો કહ્યા છે તે દ્રવ્યવેદની અપેક્ષાએ સમજવા, કારણ કે અભિલાષારૂપ ભાવવેદ તો નવમા ગુણઠાણા સુધી જ હોય છે. તથા યથાખ્યાતચારિત્ર અને ક્ષાયિકસમ્યક્તમાર્ગણામાં અજ્ઞાનત્રિક વિના નવ ઉપયોગો હોય છે. તથા કૃષ્ણ નીલ કાપોત તેજો અને પા એ પાંચ લેશ્યામાર્ગણા, ક્રોધ, માન, માયા અને લોભ રૂપ ચાર કષાયમાર્ગણા એ નવ માર્ગણામાં કેવળતિક હીન દશ ઉપયોગો હોય છે. કૃષ્ણાદિલેશ્યાઓ તથા ક્રોધાદિ છતાં કેવળદ્ધિક થતું નથી માટે તે ઉપયોગો હોતા નથી. ૧૪.
પણ અહીં જે ઉપયોગો સાથે હોતા નથી અને જેઓ સાથે હોય છે તે બતાવતા આ ગાથા કહે છે–