________________
સ્વભાવે
૨૧
જીવનમાં બહુ બુરો ભાગ ભજવે છે. એ વાત દરેક માતાપિતાએ ધ્યાનમાં રાખવા જેવી છે.
બહેચરદાસ પણ લાલન પાલનમાં ઉછર્યા છતાં પોતાના પિતાજી અને ગુરૂઓને પ્રતાપે એવા કઈ પણ દુર્ગણમાંથી મુક્ત રહી શકયો હતો. પિતાજી અને ગુરૂઓના અંકુશ ઉપરાંત પિતાના મિત્ર કરસન કાકાનો ભય પણ ભારે હતું. તેઓ કેટલીક વખત પોતાના બંને પુત્ર – વીરચંદ અને લલ્લુ સાથે અમથાલાલને ત્યાં આવતા અને ત્રણે વિદ્યાર્થીઓને પાસે બેસાડીને પ્રશ્ન પૂછતા :
તમે શું ભણો છો? દીકરા ! ” એટલું જ નહિ પણ પલાખાં પણ પૂછતાં અને જે ભૂલ પડતી તો ક્યારેક તમાચાને આસ્વાદ પણ ચખાડી દેવાનું ચૂકતા નહિ.
હાથી જેવા પ્રાણીને પણ અંકુશની જરૂર છે જે બાલ્યકાળથી જ માનવીના જીવન ઉપર અંકુશ મૂકાયેલું રહે છે તે દુર્ગુણોનો શિકાર બનતો બચી જાય છે.
અમથાલાલને આજુબાજુના પ્રદેશમાં પિતાના ધંધાર્થે વધારે જવું પડતું. આને કારણે એમણે એક તેજ ઘોડી રાખેલી. આંખ મીંચીને ઊઘાડે ને જુઓ તો એ ઘોડી નમને લઈને જાણે દૂર દૂર રવાના જ થઈ હોય. એ ઘોડી હતી પવનપાંખાળી. અને ઘરને આંગણે આવી સુંદર ઘોડી હાય પછી પૂછવું જ શું
બહેચરદાસને પણ એના ઉપર સ્વાર થઈ ફરવાનો શોખ જાગ્યો. દશથી પંદર વર્ષ સુધીની વયમાં એ આ ઘડી ઉપર ખૂબ ફર્યા અને સ્વારીની મોજ માણું.