Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૨૯
૩૭
અવસ્થામાં આત્મા પોતાના સ્વરૂપમાં જ એકરસ રહે છે. તેને અન્ય કોઈ રસ હોતો નથી. બધા પ્રકારના વિકલ્પો અટકી જાય છે અને મન શાંત થઈ જાય છે. ચૈતન્યઉપયોગ અંતરમાં પોતાના ઉત્પત્તિસ્થાન સુધી પહોંચીને તેમાં એવો તન્મય થઈ જાય છે કે અદ્વૈતના મહા આનંદમાં કોઈ દૈત જણાતું નથી. પરમાત્માનો આ વિલાસ છે, સ્વરૂપની સિદ્ધિ છે, નિર્વિકલ્પ આનંદસમાધિ છે.
ઉપર્યુક્ત વિવેચનનો સાર આ પ્રમાણે છે – ૧) ચિંતન = અનેક વિષય, અનેક વિકલ્પ. ૨) અનુપ્રેક્ષા = એક વિષય, અનેક વિકલ્પ. ૩) ભાવના = એક વિય, એક જ પ્રકારના વિકલ્પનું પુનરાવર્તન. ૪) ધ્યાન = એક વિષય, એક વિકલ્પ, પુનરાવર્તનનો અભાવ. સ્થૂળ વિચારનો અભાવ અને સૂક્ષ્મ વિચારની ઉપસ્થિતિ. વિકલ્પોથી છૂટા રહેવાનો અભ્યાસ. ઉપયોગની ધ્યેય તરફ સન્મુખતા. ૫) સમાધિ = નિર્વિકલ્પતા.
પ્રથમ ત્રણ અવસ્થા - ચિંતન, અનુપ્રેક્ષા અને ભાવના એ “વિચાર”માં સમાવિષ્ટ છે. “વિચાર”માં સ્વ-પર, સ્વભાવ-વિભાવ આદિ સર્વના વિચાર કરીને ભેદજ્ઞાનની દઢતા કરવાની છે; જ્યારે સ્વતત્ત્વને જ ઉપયોગમાં લેવાનો પ્રયત્ન તે “ધ્યાન' છે. વિચારનું ફળ ધ્યાન છે અને ધ્યાન વડે પાંચમી સમાધિ અવસ્થા, અર્થાત્ નિર્વિકલ્પ સ્વાનુભવ પ્રાપ્ત થાય છે.'
વિચાર અને ધ્યાન વચ્ચેના ભેદની વિચારણા કર્યા પછી હવે તેને પ્રયોગાત્મક રીતે સમજીએ –
સદ્ગુરુના આત્મવિષયક ઉપદેશને અત્યંત પ્રેમ, શ્રદ્ધા અને એકાગ્રતાપૂર્વક સાંભળવો તથા તેમની આજ્ઞાએ સતુશાસ્ત્રનું વાંચન કરવું. શ્રવણ-વાંચન કરેલા બોધ ઉપર વિચારણા-મનન કરી તે જ્ઞાનને સુદઢ બનાવવું, અર્થાત્ દઢ તત્ત્વનિર્ણય કરવો. ૧- ધ્યાનાભ્યાસની સિદ્ધિથી સમાધિ અવસ્થા પ્રાપ્ત થાય છે. તેમાં નિર્વિકલ્પ અનુભવ વર્તતો હોય છે. યોગની પરિભાષામાં ધ્યાન અને સમાધિ એ બે ભિન્ન ભિન્ન અવસ્થા છે, પરંતુ વ્યવહારમાં કેટલીક વાર ધ્યાન અને સમાધિ એક જ અર્થમાં વપરાય છે. ધ્યાનને સમાધિના અર્થમાં પણ પ્રયોજવામાં આવે છે. ધ્યાનને સવિકલ્પ ધ્યાન તથા સમાધિને નિર્વિકલ્પ ધ્યાન કહેવામાં આવે છે. પ્રસ્તુત ગાથામાં શ્રીમદ્રને ધ્યાન દ્વારા સવિકલ્પ ધ્યાન અભિપ્રેત છે, કારણ કે તેમણે ધ્યાનનો સમાવેશ ઔષધમાં કર્યો છે, ઔષધના ફળરૂપે પ્રાપ્ત થતા સ્વાથ્ય માટે નહીં, અર્થાત્ ધ્યાનના ફળરૂપે પ્રાપ્ત થતી નિર્વિકલ્પ સ્વરૂપસમાધિરૂપ સ્વાથ્ય માટે નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org