Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૪૦
૩૨૫
માટે પણ જીવ થાકે નહીં, કંટાળે નહીં.
વિષયસુખ પરાધીન છે. તેને મેળવવા માટે બીજાની અપેક્ષા રહે છે. ઇન્દ્રિયો ઠીક હોવી જોઈએ, ધન-સંપત્તિ હોવાં જોઈએ, વિષયસુખનાં સાધનો યોગ્ય હાલતમાં હોવાં જોઈએ. આ બધું હોવા છતાં જો શરીરમાં રોગ-વેદના હોય તોપણ એમાં સુખ લાગતું નથી. પોતાની મરજી મુજબના સંયોગોની પ્રાપ્તિ થવી ખૂબ જ દુષ્કર છે. જીવ સુખને ઇચ્છે છે અને તે માટે તે ઇષ્ટ સંયોગોને એકત્રિત કરવા માંગે છે, પણ આ તો ત્રાજવામાં દેડકાઓને તોલવા જેવું દુષ્કર કાર્ય છે. વજન કરવા જાય ત્યાં બે ઊછળીને નીચે પડે અને એ બેને સરખા કરે ત્યાં બીજા પાંચ ભાગી જાય. જિંદગી આવી ને આવી વ્યર્થ ચેષ્ટામાં જ વીતી જાય છે. એક ઇષ્ટ સંયોગની પ્રાપ્તિ થાય ત્યાં બીજો વિદાય લઈ લે. સ્વાથ્ય સારું હોય ત્યારે લક્ષ્મી પાસે ન હોય અને લક્ષ્મીનું આગમન થાય ત્યારે તબિયત કથળી ચૂકી હોય! ક્વચિત્ પુણ્યોદયે બધા ઇચ્છિત સંયોગોની પ્રાપ્તિ થઈ જાય તો પણ તે સર્વ સંયોગો નાશવંત હોવાથી તેને સ્થાયી સુખ પ્રાપ્ત થતું નથી.
બાહ્ય સંપત્તિની દિશામાં જે કાંઈ મળેલું જણાય છે, તેની કશી સલામતી નથી; કારણ કે કોઈ પણ ક્ષણે તે છિનવાઈ કે નષ્ટ થઈ શકે છે. છેવટે મૃત્યુ તો તેને છીનવી જ લે છે. બાહ્ય સંપત્તિ કદી સલામતી આપી શકતી નથી. જીવ તેને સલામતી માટે શોધે છે, પણ ઊલટાનું જીવ જ તેને સલામતપણે રાખવા-સાચવવાની જંજાળમાં પડે છે. વિષયસુખ મેળવવા માટે અને ટકાવવા માટે જીવ જાતજાતનાં ભય, જાતજાતની ચિંતામાં સસ્ત રહે છે. એ ભોગવતાં પહેલાં, ભોગવતી વખતે અને ભોગવ્યા પછી - દરેક સ્થિતિમાં તે આકુળતાયુક્ત જ હોય છે. જીવ ગમે તેટલા પ્રયત્ન કરે પણ તે સંયોગોને સ્થાયી નથી કરી શકતો.
સંયોગોની આવી ક્ષણભંગુરતાનો, તેનામાં અવિનાશી સુખ આપવાના સામર્થ્યના અભાવનો બોધ થતાં જ વૃત્તિ તેના ઉપરથી હટી જાય છે અને સ્વભાવસ—ખ થાય છે. સંયોગોની અસ્થિરતા, ક્ષણભંગુરતાના ચિંતનના પરિણામે વૃત્તિ સ્વભાવસમ્મુખ થાય છે. જીવ વિચારે છે કે આવા અનિત્ય સંયોગોમાં શું રાચવું? મારો દ્રવ્યસ્વભાવ અખંડ અને અવિનાશી છે, માટે હું તેને પ્રાપ્ત કરું.' આ રીતે સંયોગોની ક્ષણભંગુરતા-અસ્થિરતાની વિચારણા સ્વભાવસમ્મુખ થવામાં મદદ કરે છે. વસ્તુની ક્ષણભંગુરતાનો બોધ યથાર્થપણે દઢ થતાં પદાર્થનું જેવું પણ પરિણમન હોય, તેનો શાંત સ્વીકાર થાય છે. સંયોગોમાં થતાં પરિવર્તનોને જાળવવાનો કે બદલવાનો ઉત્સાહ નથી રહેતો. તે પ્રત્યે અનાસક્તિ જ રહે છે.
સામાન્ય માણસનો પણ એ અનુભવ છે કે જે વસ્તુની ક્ષણભંગુરતા તેના ચિત્તમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org