Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૪૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન મતભેદોના નિરાકરણ અર્થે બૌદ્ધ સંઘની સભાઓ બોલાવવામાં આવી. ઈ.સ. પૂર્વે ૪૮૩માં આવી એક સભા (સંગીતિ) રાજગૃહમાં મળી હતી. ત્યારપછી ઈ.સ. પૂર્વે ૩૮૩માં બીજી એક સભા વૈશાલીમાં મળેલ. આ પરિષદમાં બૌદ્ધોના બે તડાં પડ્યાં. એક પક્ષે સ્થવિરોના વિચારોને માન આપ્યું. બીજા પક્ષે મહાસંઘના વિચારોને માન આપ્યું. સ્થવિરોના નિર્ણયો તે થેરવાદ (સ્થવિર શબ્દ ઉપરથી થેર) અને નવીનોના સંઘને અનુસરતા નિર્ણયો તે મહાસંઘના નિર્ણયો. થેરવાદને પાછળથી હીનયાન નામ આપવામાં આવ્યું અને મહાસંઘના નિર્ણયોને મહાયાન નામ મળ્યું. ઈ.સ. પૂર્વે ૨૫૦માં પાટલીપુત્ર ખાતે સમાટ અશોકના આશ્રયે જે ત્રીજી સભા મળી એ વખતે ઓછામાં ઓછા ૧૮ જેટલા બૌદ્ધ સંપ્રદાયો અસ્તિત્વ ધરાવતા હતા. આ વિભિન્ન સંપ્રદાયોમાંથી બે મુખ્ય સંપ્રદાયોને જોઈએ - (i) હીનયાન – “હીન' એટલે નાનું અને ‘યાન' એટલે માર્ગ અથવા વાહન. પાલી ભાષામાં રચાયેલા મૂળ ત્રિપિટકમાં જે ધર્મનો માર્ગ બતાવ્યો છે તેને માનનાર તે હીનયાન સંપ્રદાય. આ સંપ્રદાયના બૌદ્ધો ત્રિપિટક' સિવાયના ગ્રંથોને માન્ય રાખતા નથી. હીનયાની ભિક્ષુઓ પીળો ઝભ્ભો પહેરે છે, માથે મુંડન કરાવે છે અને જીવનનિર્વાહ ભિક્ષા દ્વારા ચલાવે છે. આ પંથના અનુયાયી મહાત્મા બુદ્ધને મહામાનવ ગણે છે, પરંતુ તેમને ઈશ્વર ગણીને પૂજતા નથી. મહાત્મા બુદ્ધના અવશેષો ઉપર સ્તૂપો રચી તેની પૂજા કરે છે, પણ મહાત્મા બુદ્ધની મૂર્તિની પૂજા કરતા નથી. હીનયાનીઓ માને છે કે નિર્વાણપ્રાપ્તિ માટે વ્યક્તિએ પોતે જ પ્રયત્ન કરવાનો રહે છે. તેઓ સ્વાવલંબન ઉપર ભાર મૂકે છે. તેઓ પ્રાચીન બૌદ્ધ પરંપરાને ચુસ્તપણે વળગી રહેવામાં માનતા હોવાથી તેઓ રૂઢિવાદી છે. તેઓ મઠ અને વિહારના આશ્રમજીવન ઉપર વધુ ભાર મૂકે છે. આ પંથના અનુયાયી મુખ્યત્વે શ્રીલંકા, બ્રહ્મદેશ અને સિયામમાં જોવા મળે છે. (ii) મહાયાન – મહાયાન એટલે મોટું વાહન. ત્રિપિટકો ઉપરાંત કેટલાક ફેરફાર સહિત બીજા સંસ્કૃત ગ્રંથો ઉમેરાઈને જે યાન' બન્યું છે તે મહાયાન નામે ઓળખાય છે. આ મત મુજબ મહાત્મા બુદ્ધ હાલમાં દિવ્ય સ્વરૂપે સ્વર્ગમાં વાસ કરી રહ્યા છે અને જરૂર પડે ત્યારે માનવનો અવતાર પણ ધારણ કરે છે. સૌને માટે મોક્ષનો માર્ગ મોકળો થાય પછી જ મહાત્મા બુદ્ધ નિર્વાણનો સ્વીકાર કરશે. મહાયાન સંપ્રદાયના લોકો કલ્યાણ અને મુક્તિ માટે મહાત્મા બુદ્ધને પ્રાર્થના કરે છે અને મહાત્મા બુદ્ધ નિર્વાણપ્રાપ્તિ કરવામાં મદદરૂપ થતા હોવાથી વ્યક્તિએ બહુ પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી એમ તેઓ માને છે. તેઓ સ્વાવલંબન કરતાં મહાત્મા બુદ્ધના અનુગ્રહ ઉપર વધુ ભાર મૂકે છે. આ પંથના અનુયાયી મુખ્યત્વે નેપાળ, તિબેટ, ચીન, જાપાન, કોરિયા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org