Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
યોગ દર્શન
(I) પ્રાસ્તાવિક (૧) દર્શન પરિચય
“યોગ' શબ્દ સહુથી પ્રથમ ‘વેદ', કઠોપનિષદ્' તથા 'શ્વેતાશ્વતર ઉપનિષદ્' માં મળે છે. યોગનો ઉલ્લેખ પુરાણો', “મહાભારત' અને ત્યારપછીના સાહિત્યમાં પણ અનેક સ્થળે થયો છે. યોગ શબ્દ સંસ્કૃત ધાતુ ‘યુન', અર્થાત્ ‘જોડવું' ઉપરથી બનેલ હોવાથી યોગ એટલે જોડાણ એવો અર્થ થાય છે. જે યુક્ત કરે, મિલન કરાવે તે યોગ. યુન્યતે સૌ ચો:' એવી યોગની વ્યાખ્યા અપાય છે. જીવની દબાયેલી ચેતનાને તેની મર્યાદાઓમાંથી મુક્ત કરીને અનંત ચેતનામાં જોડી આપે તેને ખરા અર્થમાં યોગ કહી શકાય. આત્માનું ઈશ્વર અથવા બ્રહ્મમાં મળી જવું તેને યોગ કહે છે. આ પરમ સિદ્ધિ માટેની બધી આધ્યાત્મિક વિધિઓનું વર્ગીકરણ યોગ'ના સામાન્ય નામ સાથે કરવામાં આવે છે. ‘વેદ’, ‘ઉપનિષદ્', ‘શ્રીમદ્ ભગવદ્ગીતા', ‘પુરાણ' વગેરેમાં યોગાભ્યાસ તથા તેને લગતી પ્રક્રિયાનું સુંદર વિવેચન જોવા મળે છે. યોગસૂત્રકાર મહર્ષિ પતંજલિ યોગ' શબ્દનો અર્થ ‘ચિત્તવૃત્તિઓનો નિરોધ' એવો કરે છે. યોગ મૂળભૂત રીતે વ્યવસ્થિત થયેલી એકાગ્રતા છે. મહર્ષિ પતંજલિ તેમનાં સૂત્રોમાં માનસિક, વાચિક તથા શારીરિક સ્થિરતા અર્થે સુંદર પ્રક્રિયાઓનું પ્રતિપાદન કરે છે. (૨) ઉત્પત્તિ : સમય અને પ્રવર્તક
યોગ દર્શનના આદ્ય પ્રવર્તક મહર્ષિ પતંજલિ છે. તેમનો જન્મ ઈ.સ. ની પ્રથમ શતાબ્દીની આસપાસ પેશાવર (હાલ પાકિસ્તાનમાં) પાસેના ગામમાં થયો હતો. તેઓ રાવલપિંડી પાસેની તક્ષશિલા વિદ્યાપીઠના મહાન આચાર્ય હતા. મહર્ષિ પતંજલિ વિષે એવી કિંવદંતી છે કે તેમણે ચિત્તશુદ્ધિ અર્થે યોગ, વાણીશુદ્ધિ અર્થે વ્યાકરણ અને શરીરશુદ્ધિ અર્થે વૈદક એમ મન-વચન-કાયાની શુદ્ધિ અર્થે ત્રણ વિષયો ઉપર ગ્રંથો લખ્યા છે. જો કે યોગસૂત્રકાર મહર્ષિ પતંજલિ, વ્યાકરણ ભાષ્યકાર શ્રી પતંજલિ અને આયુર્વેદના ચરકસંહિતાના સંસ્કાર આપનાર શ્રી પતંજલિ - એ ત્રણે એક જ વ્યક્તિ હતી કે ભિન્ન ભિન્ન વ્યક્તિઓ હતી એ વિવાદનો વિષય છે. પરંતુ એ વાત નિર્વિવાદ છે કે આ મહાન ઋષિએ યોગ વિષેના પ્રાચીન વિજ્ઞાનનાં છૂટાછવાયાં સૂત્રોને એકત્રિત કરી. પહેલી જ વાર યોગ્ય રીતે ગૂંથીને યોગની વ્યવસ્થિત ક્રિયાત્મક પદ્ધતિ વિકસાવી ૧- “યોન વિતસ્ય ન વાવ, મૂરું શરીરસ્ય વૈદ્યવેદન |
योऽपाकरोत् तं प्रवरं मुनीनां, पतंजलि प्रॉजलिरानतोऽस्मि ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org