Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
પદર્શનપરિચય - ઉત્તર મીમાંસા (વેદાંત) દર્શન
૬૫૭ ‘તત્ ત્વમ્ મસિ' બનેની અભિન્નતા પ્રકટ કરે છે. આ પ્રકારે બદ્ધ જીવ અને પરમાત્માનો પરસ્પર સંબંધ ભેદાભદગત છે. જગત – શ્રી નિબાર્કાચાર્યના મત પ્રમાણે જગત માયા નથી, પણ સત્ય છે. બહ્મનું એ પરિણામ છે, પણ તેનું અસ્તિત્વ બહ્મથી જુદું નથી. એ દૃષ્ટિએ તેને - જગતને જગતરૂપે અસત્ય પણ કહી શકાય. વળી, ભોક્તા (જીવ), ભોગ્ય (અંગત), નિયંતા (ઈશ્વર) એ ત્રણે વસ્તુતઃ ભિન્ન છે, જુદાં (ભેદ) છે, પરંતુ સર્વ વસ્તુઓ બહ્માત્મક છે. સર્વની સ્થિતિ, પ્રવૃત્તિ બ્રહ્મને આધીન છે, તેથી સર્વ બ્રહ્મ (અભેદ) છે. આમ, ભેદ અને અભેદ બને સત્ય છે. આત્મા અને જગત બહ્મથી જુદાં છે, કેમ કે તે બહ્મથી જુદા ગુણો ધરાવે છે. બીજી બાજુ તે બહ્મથી જુદાં નથી, કેમ કે તે સંપૂર્ણપણે બ્રહ્મ ઉપર આધાર રાખે છે. જેમ સર્પ કૂંડાળું બનાવીને બેસે ત્યારે તેના શરીરનાં બધાં અંગો દેખાઈ શકતાં નથી, પરંતુ જ્યારે તે પોતાને ફેલાવે છે, ત્યારે તેની ફેણ, પૂંછડી આદિ સર્વે અંગો દષ્ટિગોચર થાય છે; તેમ પ્રલયના સમયે સમગ્ર વિશ્વ બહ્મમાં લીન રહે છે, તેથી કેવળ બહ્મ જ ભાસે છે, પરંતુ સૃષ્ટિસમયે વિશ્વ બહ્મમાંથી આવિર્ભત થાય છે. પોતાના વાસ્તવિક રૂપમાં પરબહ્મ એક અને અદ્વિતીય છે. સર્વ ઉપાધિઓથી રહિત, સર્વવ્યાપક, પૂર્ણ, નિર્વિકાર છે. આમ, બ્રહ્મ જગતનું નિમિત્તકારણ છે અને ઉપાદાનકારણ પણ છે અને બહ્મ જગતથી અભિન્ન છે. ચેતન (જીવ) અને જડ (જગત) જે સૂક્ષ્મ અવસ્થામાં રહેલ છે, તેને બહ્મ પોતાની શક્તિ વડે ધૂળ રૂપે પ્રગટ કરે છે. તેથી બહ્મ તેમનું ઉપાદાનકારણ છે. બહ્મ અનાદિ કર્મસંસ્કારને વશ જીવોને તેમનાં કર્મફળ ભોગવાવવા માટે, કર્મ અનુસાર ભોગનાં સાધનો સાથે સંયોગ કરાવી આપે છે, માટે બહ્મ તેમનું નિમિત્તકારણ છે. ઈશ્વર - શ્રી નિબાર્કાચાર્યના અનુયાયીઓ બહ્મના સર્વવ્યાપકસ્વરૂપનો અનુભવ કરવા માટે રાધા-કૃષ્ણની યુગલ મૂર્તિની ઉપાસના વિશિષ્ટ પ્રકારથી કરે છે. પ્રકૃતિના ત્રણ ગુણ છે - સત્ત્વ (પ્રકાશ), રજસ્ (ક્રિયા), તમસ્ (મોહ). હરિ (શ્રીકૃષ્ણ), હર (શિવ), વિરંચી (બહ્મા) - આ ત્રણમાં વ્યક્ત થવા પરબહ્મ આ ત્રણ ગુણની સહાય લે છે. તેમના મત પ્રમાણે શ્રીકૃષ્ણના રૂપમાં બહ્મની ઉપાસના કરવાથી ભક્ત પરમ કલ્યાણને પામે છે. બ્રહ્મા, શિવ આદિથી વંદિત એવા શ્રીકૃષ્ણના પાદારવિંદથી અતિરિક્ત મોક્ષને માટે બીજું કોઈ સાધન નથી. ભક્તોની ઇચ્છાથી તેમના ધ્યાન માટે સુલભ બનવા બહ્મ સુગમ રૂપ ધારણ કરે છે. પરમાત્મા દોષરહિત અને માંગલ્યગુણસંપન્ન છે, દિવ્ય દેહ ધરાવે છે. પ્રેમ અને માધુર્યનું ધામ છે. પરમાત્મા દુર્રીય અને દુર્લભ હોવા છતાં તેમનામાં રહેલા દયા, કરુણા, શરણાગતવત્સલતા આદિ ગુણોના કારણે તેઓ પોતે શરણાગત ભક્તોને માટે સુલભ બને છે. બહ્મ રસસ્વરૂપ છે. રસને પ્રાપ્ત કરવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org