Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૬૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જોવા મળે છે. પરંતુ એ વિદ્વભોગ્ય હોવાથી વિદ્વાનોને જ ખપનું છે. સૈદ્ધાંતિક ખંડનમંડનની અટપટી ગલીઓમાં સાધારણ જનની મતિ મૂંઝાઈ જાય, એટલે તેમને ધ્યાનમાં રાખીને આચાર્યે નાના-મોટા પ્રકીર્ણ ગ્રંથો પણ રચ્યા છે. તેમણે “શ્રીમદ્ ભાગવત' ઉપર ‘સુબોધિની' નામની અતિ વિસ્તૃત ટીકા લખી છે. ભાષ્ય અને ટીકા ઉપરાંત નાના નાના ષોડશ ગ્રંથો', “પત્રાવલંબન' અને નિબંધ' તેમની સ્વતંત્ર રચનાઓ છે. આ ગ્રંથોમાં તેમનું ભક્તહૃદય પૂર્ણપણે ખીલી ઊહ્યું છે અને રસીલી શૈલીમાં પુષ્ટિમાર્ગના બધા સિદ્ધાંતોનું નિરૂપણ કર્યું છે. સ્વતંત્ર રચના ઉપરાંત ‘રામાયણ’, ‘મહાભારત' તથા ‘નારદ પાંચરાત્રનાં અવતરણો આપી તેમણે સ્વમતનું સમર્થન તથા સ્પષ્ટીકરણ કર્યું છે. જીવ – શ્રી વલ્લભાચાર્યના મત પ્રમાણે જીવો પરિણામરૂપ નથી, પણ ઈશ્વરના અંશરૂપ છે. વળી, તે નિત્ય અને અણુ છે. અગ્નિમાંથી જેમ તણખો નીકળે છે, તેમ બ્રહ્મમાંથી જીવો નીકળે છે. જીવ જાતે જ બહ્મ છે. ભેદ ફક્ત એટલો જ છે કે એનું આનંદતત્ત્વ અવિદ્યાના કારણે તિરોભૂત છે. જીવમાં બહ્મના સત્ અને ચિત્ એ બે અંશો પ્રગટ છે, જ્યારે આનંદ અંશ અપ્રગટ છે. જીવ સાથે અજ્ઞાનનો સંબંધ તેઓ માને છે અને તે દૂર કરવા તેઓ ભક્તિને અનિવાર્ય ગણે છે. જીવ પરમાત્માના અંશરૂપ હોવા છતાં પૃથક્ રહીને જ પરમાત્માની લીલાઓ નિહાળવાનો અનુપમ આનંદ મેળવે છે અને એવો આનંદ પામવો એ જ જીવની મુક્તિ છે. જગત – શ્રી વલ્લભાચાર્ય “અવિકૃત પરિણામવાદનો પુરસ્કાર કરે છે. તેમના મત મુજબ શુદ્ધ બ્રહ્મ, માયા કે અવિદ્યાના સંબંધ વગર જ લીલાથી જગત બનાવે છે. શુદ્ધાદ્વૈત પ્રમાણે પરમાત્મા જગતની સૃષ્ટિ, સ્થિતિ અને લયનું એકમાત્ર કારણ છે. અનંતશક્તિમાન બહ્મ - નિખિલગુણનિધાન પરમાત્મા પોતાની લીલાથી જ સર્વ કાંઈ કરવા સમર્થ છે. કેવળ સંકલ્પથી એ સૃષ્ટિ સર્જે છે અને સર્જવા છતાં એ અવયના સ્વરૂપમાં કશો જ ફેરફાર થતો નથી. આમ, જગત એ બહ્મનું પરિણામ છે, છતાં બહ્મમાં કોઈ પણ પ્રકારનો વિકાર પ્રાપ્ત થતો નથી. બહ્મ પોતે જ - શુદ્ધ બ્રહ્મ જ જગતરૂપે પરિણમ્યો છે. બહ્મની સાથે માયાનો કે અવિદ્યાનો સંબંધ નથી, તેથી જ શુદ્ધ કહેવાય છે. એવો શુદ્ધ બહ્મ જ કારણ અને કાર્ય એમ બન્ને રૂપે છે, એટલે તેમનો તે વાદ શુદ્ધાદ્વૈતવાદ કહેવાય છે. શુદ્ધ એટલે ચોખ્ખું, માયાના સંબંધ વગરનું; એટલે બહ્મ સત્ય છે તેમ જગત પણ સત્ય છે. કારણ બ્રહ્મની જેમ કાર્ય બહ્મરૂપ જગત પણ સત્ય છે, જગત મિથ્યા નથી. ઈશ્વર – વલ્લભમતવાદીઓ પરબહ્મને - વિષ્ણુના કૃષ્ણાવતારને પ્રધાન ભાવે પૂજ્ય માને છે. “શ્રીમદ્ ભાગવતના દશમસ્કંધમાં શ્રીકૃષ્ણની ગોપીઓ સાથેની પ્રેમલીલા વર્ણવવામાં આવી છે. તેમાં શ્રીકૃષ્ણનું જે લીલામય રૂ૫ વર્ણવ્યું છે તે સાત વર્ષના શ્રીકૃષ્ણનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org