Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
સમાપન
ભારતીય દર્શનોમાં ઘણો આંતરિક તફાવત હોવા છતાં, ચાર્વાક દર્શનને બાદ કરતાં સર્વ ભારતીય દર્શનોમાં નૈતિક તેમજ આધ્યાત્મિક દૃષ્ટિકોણની એકતા જોવા મળે છે. ભારતીય તત્ત્વજ્ઞાનમાં વિચારણાની અનેકતા છતાં પણ તેમાં મધ્યવર્તી વિચારની એકતા રહેલી છે. આ દૃષ્ટિએ જોતાં ભારતીય દર્શનોમાં (ચાર્વાક દર્શન સિવાય) નીચેની સર્વસામાન્ય વિશેષતાઓ ગણાવી શકાય
ભારતીય દર્શન એ જનજીવનનું દર્શન છે. ભારતીય દર્શન એ માત્ર કાલ્પનિક ઉડ્ડયન નથી, પણ તેમાં માનવજીવનના ધબકારા વ્યક્ત થાય છે. લિસૂફી એ કેવળ વિચારધારા નથી, પણ એક જીવનપથ છે. દા.ત. જૈન દર્શન અને બૌદ્ધ દર્શન આચારશુદ્ધિ ઉપર વિશેષ ભાર મૂકે છે. તેમણે જીવનનાં ઉચ્ચ સત્યો અને નિયમોને માનવસમાજમાં વ્યવહારુ બનાવ્યાં છે અને જ્ઞાન વડે આચરણશુદ્ધિની આવશ્યકતા જણાવી છે. બધાં જ દર્શનોએ સંયમ અને અંતર્મુખતા ઉપર ભાર મૂક્યો છે. એનો અર્થ સંસારથી પલાયનવૃત્તિ નથી, પરંતુ જીવનનું એક એવું દિવ્ય રૂપાંતર છે કે જે વડે માનવ આ સંસારનાં દુ:ખ, કષ્ટ, મોહ, માયા વગેરેના ચક્રમાંથી નીકળી શકે.
બધાં દર્શનો ધર્મદ્રષ્ટિ સાથે પ્રગાઢ રીતે સંકળાયેલાં છે. અંગ્રેજી ભાષામાં જેને ethics (સદાચાર) અને religion (ઈશ્વરોપાસના) કહે છે તે બન્નેનો સમાવેશ સંસ્કૃત ભાષાના ‘ઘર્મ’ શબ્દમાં થઈ જાય છે. ધર્મ ધારણ કરે છે, ટકાવી રાખે છે; અર્થાત્ ધર્મ અધોગતિમાંથી બચાવે છે અને જીવની રક્ષા કરે છે. તત્ત્વજ્ઞાન એ ધર્મનું બૌદ્ધિક પાસું છે. સત્ય અથવા વસ્તુના સ્વરૂપની એ સયુક્તિક મીમાંસા છે. જીવનની રહસ્યમય ઊંડી સમસ્યાઓનો એ સ્પષ્ટ ઉકેલ આપે છે. ધર્માચરણ વિનાનું તત્ત્વજ્ઞાન પ્રતિષ્ઠાવાળું નથી, પંગુ છે; જ્યારે તત્ત્વજ્ઞાન વિનાનું ધર્માચરણ અંધ છે, સંકુચિત ભાવ અને જડતા પ્રગટ કરે છે. ધર્મ એ સમગ્ર પ્રજાના અંતરાત્માએ માન્ય રાખેલા આચારોની સ્મૃતિ છે.
ભારતીય દર્શનો કહે છે કે ધર્મના માર્ગે ચાલવાથી સત્યનો સાક્ષાત્કાર સત્યનું દર્શન થાય છે. ધર્મથી સદાચારને પોષણ અને ઉત્તેજન મળે છે. એ તેનું વિશિષ્ટ લક્ષણ છે. ભારતીય દર્શનોએ નીતિમત્તાના વિકાસ ઉપર ભાર મૂક્યો છે. સુશિક્ષિત ચાર્વાકોએ પણ સુખવાદમાં ગુણાત્મક ભેદનો સ્વીકાર કર્યો છે. મુક્તિપથ ઉપર ચાલનાર દરેક માટે પ્રથમ નૈતિક આચરણ જરૂરી માન્યું છે. જૈન, બૌદ્ધ, સાંખ્ય, યોગ, વેદાંત એમ બધાં જ દર્શનોમાં વિભિન્ન નૈતિક નિયમોની વિશદ્ વ્યાખ્યા કરવામાં આવી છે.
Jain Education International
ભારતીય વિચારકો કેવળ નીતિધર્મ કે સદાચાર આગળ અટકી ન જતાં તેથી આગળ મુક્તિ પ્રાપ્ત કરવાનું ધ્યેય રાખે છે. ભારતીય તત્ત્વજ્ઞાનમાં સારભૂત વસ્તુ એ
1
For Private & Personal Use Only
www.jainelibrary.org