Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ઉત્તર મીમાંસા (વેદાંત) દર્શન
(I) પ્રાસ્તાવિક
(૧) દર્શન પરિચય
પૂર્વ મીમાંસા કર્મકાંડનું નિરૂપણ કરે છે તો ઉત્તર મીમાંસા જ્ઞાનકાંડનું નિરૂપણ કરે છે. તેથી કેટલાક વિદ્વાનો માને છે કે પૂર્વ મીમાંસા તથા ઉત્તર મીમાંસા એકબીજાના પૂરક છે અને બન્ને ભેગાં મળીને વૈદિક ઉપદેશને સંપૂર્ણપણે રજૂ કરે છે. પૂર્વ મીમાંસામાં વેદોક્ત કર્તવ્યો દર્શાવેલાં છે. ઉત્તર મીમાંસામાં તાત્ત્વિક વિચારો વર્ણવેલા છે, જે તેના પૂરક તરીકે જોઈ શકાય છે. ઉત્તર મીમાંસા માટે ‘વેદાંત' એવું નામ પણ પ્રયોજાય છે.
વૈદિક કાળમાં ત્રણ પ્રકારનું દાર્શનિક સાહિત્ય જોવા મળે છે - ૧) “સંહિતાઓ' - એમાં વૈદિક મંત્રો સંકલિત છે. ૨) 'બાહ્મણ' ગ્રંથો - એમાં વૈદિક કર્મકાંડનું નિરૂપણ છે. ૩) ‘ઉપનિષદો' - એમાં દાર્શનિક વિવેચન છે. આ ત્રણેને વ્યાપક અર્થમાં ‘શ્રુતિ' કે ‘વેદ' તરીકે ઓળખવામાં આવે છે. ‘ઉપનિષદો' એ વૈદિક યુગનું અંતિમ સાહિત્ય છે. અધ્યયનની દૃષ્ટિએ પણ ‘ઉપનિષદોનો ક્રમ છેલ્લે આવે છે. આ અર્થમાં તેને માટે ‘વેદાંત' શબ્દ પ્રયોજાય છે. વેદાંત શબ્દનો પારિભાષિક અર્થ છે - “વેદનો અંતિમ ભાગ'. ‘સંહિતાઓ', ‘બાહ્મણ’ અને ‘ઉપનિષદો'માં ઉપનિષદો વેદનો અંતિમ ભાગ હોવાથી વાસ્તવમાં વેદનો અંત છે. તેથી ‘વેદાંત' શબ્દ દ્વારા ઉપનિષદ એવો અર્થ અભિપ્રેત છે. આમ, પ્રારંભકાળમાં ‘વેદાંત' શબ્દ દ્વારા ઉપનિષદ એવો અર્થબોધ થતો, પરંતુ ત્યારપછીના કાળમાં ‘ઉપનિષદ'ના આધારે દાર્શનિક વિચારણાનો જે વિકાસ થયો તેને માટે પણ વેદાંત' શબ્દ પ્રયોજાવા લાગ્યો. ‘ઉપનિષદ'ને પ્રમાણ માનવાવાળા દર્શનને જ “વેદાંત' કહેવામાં આવે છે. આર્યભૂમિમાં આ સિદ્ધાંતને પ્રકાશિત કરનાર દર્શન “વેદ” ઉપર આશ્રય રાખનાર હોવાથી અને તે પણ વેદના અંત - છેવટના ભાગ, અર્થાત્ ‘ઉપનિષદો' ઉપર રચાયેલું હોવાથી તે દર્શનને ‘વેદાંત દર્શન' એવી સંજ્ઞા આપવામાં આવી છે. વળી, વેદરાશિનો અંત, અર્થાત્ તાત્પર્ય કે મર્મ (essence) એ સિદ્ધાંતોમાં સમાયેલું હોવાથી તે દર્શનને વેદાંત દર્શન કહે છે. (૨) ઉત્પત્તિ : સમય અને પ્રવર્તક
ઉત્તર મીમાંસાની દાર્શનિક વિચારણાને પદ્ધતિસર ગોઠવનાર હતા શ્રી બાદરાયણ ઋષિ. શ્રી બાદરાયણ ઋષિ તે જ શ્રી વ્યાસજી હતા કે નહીં તે અંગે મતભેદ છે. શ્રી બાદરાયણ ઋષિરચિત વેદાંતસૂત્રને ‘બહ્મસૂત્ર' કહેવામાં આવે છે. આ સૂત્રો ઘણું કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org