Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ષડ્રદર્શનપરિચય - ઉત્તર મીમાંસા (વેદાંત) દર્શન
૬૪૭
પાડનાર એક પ્રખર વિદ્વાન અને યુગપ્રવર્તક અભૂતપૂર્વ વ્યક્તિ હતા. તેમના દાર્શનિક મતોનું મહત્ત્વ એટલું બધું છે કે તેમના મત કરતાં જુદો અભિપ્રાય રજૂ કરનારાઓ પણ પોતાનો મત રજૂ કરતાં પહેલાં શ્રી શંકરાચાર્યના મતનું ખંડન કરવાનું જરૂરી માને છે. અદ્વૈતભાવનાને નિયમબદ્ધ પ્રણાલિકાનું સ્વરૂપ આપી, તે જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર અનેક ગ્રંથરૂપે તથા મઠ અને શિષ્યોની ગોઠવેલી પ્રણાલિકા દ્વારા કરનાર શ્રી આદ્ય શંકરાચાર્ય હતા. ‘ઉપનિષદો' ના વિચારોના સમન્વયની વાત કરીએ તો તે કરવામાં શ્રી શંકરાચાર્ય સૌથી વધારે સફળ થયા છે. તેમને સમર્થ તત્ત્વદર્શી મહાપુરુષ તરીકે હિંદુ સમાજ એકી અવાજે સ્વીકારે છે.
શ્રી રામાનુજાચાર્યનો વિશિષ્ટાદ્વૈતવાદ પ્રાસ્તાવિક - શ્રી રામાનુજાચાર્યનો અદ્વૈતવાદ ‘વિશિષ્ટાદ્વૈતવાદ' કહેવાય છે, કેમ કે તેમના મત પ્રમાણે બહ્મ (અંતિમ સત્ય) ચિત્ (આત્મા) અને અચિત્ (જડ) વડે વિશિષ્ટ બનેલો છે, અર્થાત્ માત્ર બહ્મ જ અસ્તિત્વ ધરાવે છે અને તેને ચિત્ અને અચિત્ એવા બે ગુણો છે. તેમના મત અનુસાર પરમાત્મબહ્મ જ કારણ અને કાર્ય બને છે. સૂક્ષ્મ ચિત્ અને અચિથી વિશિષ્ટ બહ્મ એ કારણ છે અને સ્થળ ચિત્ અને અચિથી વિશિષ્ટ બહ્મ એ કાર્ય છે. આ મત પ્રમાણે કારણબહ્મ પરમાત્માના સૂમ ચિતૂપનાં વિવિધ સ્થૂળ પરિણામો તે અનેક જીવો છે અને પરમાત્માનું સૂક્ષ્મ અચિતૂપ તે સ્થૂળ જગતરૂપે પરિણમે છે. એ બને વિશિષ્ટોનું ઐક્ય હોવાથી શ્રી રામાનુજાચાર્યના મતને ‘વિશિષ્ટાદ્વૈત' કહે છે. પ્રવર્તક – શ્રી રામાનુજાચાર્યના જન્મ પહેલાં દક્ષિણ ભારતમાં અનેક સંત કવિઓ થઈ ગયા. તેમાં વિષ્ણુભક્તોને ‘આલ્વાર' અને શિવભક્તોને ‘આડ્યાર’ કહેવામાં આવતા. દ્રવિડ વૈષ્ણવપરંપરામાં આ “આલ્વાર’ વિષ્ણુભક્તોએ પોતાની વિદ્વત્તા દ્વારા વૈષ્ણવમતની જ્ઞાનગંગા વહેતી મૂકી. તેમાં વિશેષ કરીને શ્રી યમુનાચાર્યે દસમી સદીમાં આ મતને પોતાનાં પ્રતિભા અને પાંડિત્ય દ્વારા સ્થાપિત કર્યો અને શ્રી રામાનુજાચાર્યે તેને સુવ્યવસ્થિત કરી સર્વત્ર તેનો પ્રચાર કર્યો. તેથી શ્રી રામાનુજાચાર્ય વિશિષ્ટાદ્વૈતમતના આદિ સ્થાપક તો ન ગણાય, પરંતુ તેને વ્યવસ્થિત સંપ્રદાયરૂપમાં આકાર આપવાનો યશ તેઓ જરૂર મેળવે છે.
શ્રી રામાનુજાચાર્યનો જન્મ તિરુચિરાપલ્લી જીલ્લાના પેરુમ્બદુર ગામે ઈ.સ. ૧૦૧૭માં પવિત્ર હૃદયના બાહ્મણ શ્રી આસુરિ કેશવાચાર્ય તથા તેમનાં પત્ની કાંતિમતિને ત્યાં થયો હતો. વૈષ્ણવોનું માનવું છે કે શ્રી રામાનુજાચાર્ય શેષનો અવતાર હતા. સોળ વર્ષની વયે એક સુંદર કન્યા સાથે તેમનું લગ્ન થયું. ત્યારપછી વિશેષ અધ્યયન માટે તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org