Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ષડ્રદર્શનપરિચય - ઉત્તર મીમાંસા (વેદાંત) દર્શન
६४८ જીવ – શ્રી રામાનુજાચાર્યના મત મુજબ જીવો અનેક છે, નિત્ય છે, અણુપરિમાણ છે. જીવો અને જગત એ બહ્મનું કાર્યપરિણામ હોવાથી મિથ્યા નથી, પણ સત્ય છે. મુક્તિમાં જીવ બહ્મ જેવો બનીને તેના સાનિધ્યમાં રહે છે. આમ, જીવ અને બ્રહ્મ બન્ને જુદા, અર્થાત્ એક કારણ અને એક કાર્ય હોવા છતાં તેઓ કાર્યને કારણનું જ પરિણામ માનતા હોવાથી બન્નેનું અદ્વૈત છે એમ માને છે. શ્રી રામાનુજાચાર્યના મત અનુસાર જીવ જ્ઞાનસ્વરૂપ છે. તે દેહ, ઇન્દ્રિય, મન આદિથી ભિન્ન છે. પ્રત્યેક શરીરમાં ભિન્ન ભિન્ન જીવ છે. જીવ પણ બહ્મનું શરીર છે, તેથી ઈશ્વરની અપેક્ષાએ જીવ શરીર છે,
જ્યારે પ્રકૃતિની અપેક્ષાએ જીવ શરીરી છે. જીવ સ્વાભાવિક રૂપમાં સુખી છે, પરંતુ ઉપાધિના વશમાં આવવાથી તેને સંસારભોગ પ્રાપ્ત થાય છે. જીવ કર્તા તથા ભોક્તા છે. બહ્મ અને જીવ બને ચેતન છે, સ્વયંપ્રકાશક છે. ચેતનત્વ, કર્તૃત્વ, ભોસ્તૃત્વ વગેરે લક્ષણો જીવ અને બ્રહ્મ બન્નેમાં સાધારણ છે. પરંતુ બહ્મ પૂર્ણ છે, જીવ અપૂર્ણ છે; બહ્મ ઈશ્વર છે, જીવ દાસ છે; બહ્મ વિભુ છે, જીવ અણુ છે. બ્રહ્મ અને જીવમાં સજાતીય કે વિજાતીય ભેદ નથી, સ્વગત ભેદ છે. શ્રી રામાનુજાચાર્યના મત પ્રમાણે નિત્ય, મુક્ત અને બદ્ધ - એમ ત્રણ વર્ગોમાં જીવાત્માઓ વહેંચાયેલા છે. નિત્ય જીવોને બંધનમાં કદી બંધાવું જ નથી પડ્યું. તેઓ વૈકુંઠમાં નારાયણના સાનિધ્યમાં જ સદા રહે છે. મુક્ત આત્માઓ એક વેળા બદ્ધ હતા, પણ પછી બંધનથી મુક્ત થઈને તેઓ પણ નારાયણના સાન્નિધ્યમાં વૈકુંઠમાં વસે છે. બદ્ધ જીવાત્માઓ સંસારમાં છે. જન્મ-મરણના ચક્રમાં તેઓ અટવાયા કરે છે અને ભક્તિ આદિ સાધનો દ્વારા મુક્ત નહીં બને ત્યાં સુધી અટવાયા જ કરશે. જગત – શ્રી રામાનુજાચાર્યના મત અનુસાર જગત માયા નથી, પરંતુ તે બહ્મનું જ સ્વરૂપ છે. એ નારાયણનું શરીર છે. પ્રકૃતિ સત્ છે. એ અચિત્ છે. વિશ્વ પ્રકૃતિનું પરિણામ છે. પ્રલયકાળે પ્રકૃતિ બહ્મના, ઈશ્વરના પ્રકારરૂપે ઈશ્વરમાં જ રહે છે. ઈશ્વરેચ્છા પ્રકૃતિની નિયામક છે. જીવાત્માઓનું અનુભવજગત આ પ્રકૃતિ છે. પ્રકૃતિમાં સત્ત્વ, રજસ્ અને તમસું એ ત્રણ ગુણો છે. ઈશ્વરની નિત્ય વિભૂતિ શુદ્ધ સત્ત્વમય છે. વિશ્વને શ્રી રામાનુજાચાર્ય લીલાવિભૂતિ કહે છે. શ્રી રામાનુજાચાર્યના મત મુજબ અગોચર સૂક્ષ્મ (કારણરૂપ) બ્રહ્મ જ ધૂળ (કાર્યરૂપ) બહ્મ, અર્થાત્ વિશ્વરૂપ બની જાય છે. બહ્મ જ જગતરૂપમાં પરિણત થાય છે, છતાં બહ્મ વિકારરહિત છે. બીજ અને વૃક્ષનો જેવો સંબંધ છે તેવો બહ્મ અને જગતનો સંબંધ છે. બહ્મ બીજ છે અને જગત વૃક્ષ છે. વૃક્ષનો કદાચ બાહ્ય સ્વરૂપમાં નાશ થતો જણાય તોપણ બીજરૂપે તેનું અસ્તિત્વ અનશ્વર છે. સ્થૂળ-સૂક્ષ્મ રૂપમાં તે હંમેશાં વિદ્યમાન રહે છે. જગત અને બહ્મ વચ્ચે અભિન્નતા છે. શ્રુતિ માત્ર બહ્મ અને જગતની અનન્યતા જ જણાવે છે, જગતને મિથ્યા તરીકે નહીં. આમ, શ્રી શંકરાચાર્ય જગતને બહ્મનો વિવર્ત માને છે, ત્યારે શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org