Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
પદર્શનપરિચય - ઉત્તર મીમાંસા (વેદાંત) દર્શન
૬૫૩ છે. શ્રી મધ્વાચાર્યના સાહિત્યને કુલ ચાર વિભાગમાં ગોઠવી શકાય – ૧) પ્રસ્થાનત્રયી' ઉપરની ટીકા – શ્રી મદ્ગાચાર્યે બ્રહ્મસૂત્ર' ઉપર રચેલાં ભાષ્યો - પૂર્ણપ્રજ્ઞભાષ્ય', ‘અણુભાષ્ય', “અણુવ્યાખ્યાન', ન્યાયવિવરણ'; “શ્રીમદ્ ભગવદ્ગીતા' ઉપરના ગ્રંથો - ગીતાભાષ્ય', “ગીતાતાત્પર્યનિર્ણય'; મુખ્ય દસ ઉપનિષદ ઉપર રચેલાં ભાષ્ય. ૨) દસ પ્રકરણ – ‘પ્રમાણલક્ષણ’, ‘કથાલક્ષણ’, ‘ઉપાધિખંડન’, ‘માયાવાદખંડન', ‘પ્રપંચમિથ્યાત્વાનુમાનખંડન', 'તત્ત્વસંખ્યાન', ‘તત્ત્વવિવેક', 'તત્ત્વોદ્યોત', 'વિષ્ણુતત્ત્વનિર્ણય અને ‘કર્મનિર્ણય'. ૩) ટૂંકા ભાષ્ય અને નોંધ – ‘મહાભારતનો છંદબદ્ધ સંક્ષિપ્ત સંગ્રહ (દ્વૈતસિદ્ધાંત અનુસાર) ‘ઋગ્વદ’ના પ્રથમ ત્રણ અધ્યાયનું વિવેચન. ૪) નાના ગ્રંથો – યમક કાવ્ય', 'કૃષ્ણામૃત’, ‘મહાર્ણવ’, ‘તંત્રસારસંગહ', વગેરે.
એકંદરે શ્રી મદ્ગાચાર્યની ભાષા સરળ, સીધી, સાહિત્યિક છતાં આડંબર વિનાની, સુંદર છંદબદ્ધ શૈલીવાળી અને ઊંડી અભિવ્યક્તિવાળી છે તથા વિચારો ઘણા ઉચ્ચ છે. જીવ – શ્રી મધ્વાચાર્યે ‘ઉપનિષદો'ના અદ્વૈતવાદનો અસ્વીકાર કર્યો છે. તેમના મત પ્રમાણે જીવો અનેક છે, અણુપરિમાણી છે અને નિત્ય છે. તેઓ નથી પરબ્રહ્મનાં પરિણામ કે નથી તેનાં કાર્ય કે નથી તેના અંશ. જેમ બહ્મ સત્ય છે તેમ જીવો પણ સત્ય છે. જીવ અને બ્રહ્મ બન્ને ચેતનતત્ત્વો છે, સચ્ચિદાનંદાત્મક સ્વરૂપ છે. પરંતુ જીવ માયામોહિત છે, તેથી અનાદિ કાળથી બદ્ધ છે. જીવોનું સકલ સામર્થ્ય પરમાત્માને આધીન છે. જીવ અસ્વતંત્ર છે. પ્રત્યેક દેહમાં જીવ જુદો જુદો છે. જીવ ક્યારે પણ (મુક્ત અવસ્થામાં પણ) ભગવાન સાથે અભિન્ન (એકરૂપ) થઈ શકતો નથી. ભગવાન સેવ્ય છે, જીવ સેવક છે, ભગવાનનો દાસ છે. શ્રી મધ્વાચાર્ય પૂર્ણપણે તૈતવાદી છે. ‘મ બ્રાન્નિ' કે “તત્ ત્વમ્ સિ' (જીવાત્મા એ જ બહ્મ છે)ના વિચારમાત્રથી જીવને અધોગતિ પ્રાપ્ત થાય છે એવો તેમનો મત છે. પરમાત્મા પરમ સેવ્ય છે. તેમની સેવા કરવી તેમજ તેમને પ્રસન્ન કરવા એ જ જીવનો એકમાત્ર પુરુષાર્થ છે. ભગવાનના ધામ(વૈકુંઠ)માં પરમાનંદ - દિવ્યાનંદની પ્રાપ્તિ એ જ જીવનું એકમાત્ર પ્રયોજન છે. જીવોમાં તારતમ્ય (ઊંચાનીચાપણું) છે. કેવળ સંસારાવસ્થામાં જ નહીં, પરંતુ મોક્ષાવસ્થામાં પણ જીવોનું તારતમ્ય રહે છે. પરમ ધામમાં વર્ણભેદ પણ શ્રી મધ્વાચાર્યને માન્ય છે. જગત – શ્રી મદ્વાચાર્ય કહે છે કે જગત અચેતન છે, અસ્વતંત્ર છે, પરમાત્માને આધીન છે. તેઓ જગતને ઈશ્વરનું શરીર નથી માનતા. પરંતુ ઈશ્વર અને જગત વચ્ચે સંપૂર્ણ ભેદ માને છે. તેમના મત અનુસાર જગત માયા કે આભાસ નથી, પણ સત્ય છે. તેઓ કહે છે કે વેદ જો સ્વત:પ્રમાણિત હોય અને વેદ જો ભગવાનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org