Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ષડ્રદર્શનપરિચય - ઉત્તર મીમાંસા (વેદાંત) દર્શન
૬૫૧ નવ પ્રકારની નવધા ભક્તિ સૂચવે છે - શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય, આત્મનિવેદન. આમાંનો કોઈ પણ પ્રકાર ભક્તિયોગ સાધવામાં ઉપયોગી થાય છે. ૨) પ્રપત્તિ - શરણાગતિ. ભક્તિ અને પ્રપત્તિના સમન્વયથી પરાભક્તિ પમાય છે. શ્રી રામાનુજાચાર્ય પ્રપત્તિ માટે છ અંગો દર્શાવે છે - ભગવાનની ઇચ્છા પ્રમાણે વર્તવું, તેમની ઇચ્છા વિરુદ્ધ આચરણ ન કરવું, અસહાયપણું (જેમાં અહંકાર પણ ઓગળી ગયો હોય), નિઃશંક અડગ નિશ્ચય, સર્વરક્ષક એવા સ્વામીનું શરણ શોધવું અને આત્મનિવેદન. આ છ અંગને પ્રપત્તિ કહે છે. જે વ્યક્તિ બીજાં કોઈ પણ સાધન કરવા માટે અશક્તિમાન બને છે તેને માટે પ્રપત્તિ - શરણાગતિ શ્રેષ્ઠ ઉપાય છે. ભક્તિ અને પ્રપત્તિ એકબીજાના પૂરક છે અને તે જ મુક્તિનો ઉપાય છે. કર્મ અને જ્ઞાનનું પ્રયોજન પણ ભક્તિ જ છે. ઉપસંહાર – શ્રી રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈત(વૈષ્ણવ)મતનું સ્થાપન કરી, ભક્તિ પ્રત્યેની આસ્થાને જ્ઞાનની ભૂમિકા ઉપર સ્થાપી, હિંદુ ધર્મની સંગીનતા સમજાવી, લોકોને ધર્માભિમુખ રાખવાનું ભગીરથ કાર્ય કર્યું. તેમનો ચલાવેલો માર્ગ ‘શ્રીસંપ્રદાય' કહેવાય છે. રામાનુજમતના અનુયાયીઓ કપાળમાં ધોળી માટીના બે ઊભા લીટા કરી તેની નીચે એ બન્નેને જોડનારો લીટો કરે છે અને ઊભા બે લીટાની વચ્ચે હળદરનો ત્રીજો લીટો કરે છે. ઉત્તર ભારત કે ગુજરાત કરતાં દક્ષિણ ભારતમાં આ સંપ્રદાયનો વિશેષ પ્રચાર થયો છે. શ્રીરંગમ્, વેંકટાચલ, કાંચી વગેરેમાં આ સંપ્રદાયના મુખ્ય મંદિરો છે. શ્રી રામાનુજાચાર્યના વિચારનું સ્વામીનારાયણ વિશિષ્ટાદ્વૈતમાં વિશેષ સ્પષ્ટતાપૂર્વક તાત્ત્વિક નિરૂપણ થયું છે.
શ્રી મદ્વાચાર્યનો ફૈતવાદ પ્રાસ્તાવિક - શ્રી મધ્વાચાર્ય દ્વૈતવાદના ઐતિહાસિક સ્થાપક ગણાય છે. શ્રી શંકરાચાર્ય અને શ્રી રામાનુજાચાર્ય કરતાં કાળક્રમે પાછળથી આવેલા છતાં અને તેમના કરતાં ઓછા અનુયાયી ધરાવતા હોવા છતાં શ્રી મધ્વાચાર્યનો મત શ્રી શંકરાચાર્યના અદ્વૈતવાદ સામે મુખ્ય પ્રતિસ્પર્ધી તરીકે આગવું સ્થાન ધરાવે છે. જો કે શ્રી રામાનુજાચાર્યે અદ્વૈતવાદ પ્રતિ સૌ પ્રથમ પ્રત્યાઘાતો દર્શાવ્યા છે, પરંતુ શ્રી મધ્વાચાર્યે તો પ્રબળ વિરોધ નોંધાવ્યો છે. અદ્વૈતવાદના મત અનુસાર બહ્મ અને આત્મા અભિન્ન છે, એક છે. વિશિષ્ટાદ્વૈત તથા ભેદાભેદવાદના મત પ્રમાણે બહ્મ સ્વતંત્ર છે, જીવ અસ્વતંત્ર છે; જીવ ક્યારે પણ બહ્મથી અભિન થઈ શકતો નથી. શ્રી મધ્વાચાર્ય આગળ વધીને કહે છે બહ્મ અને જીવ બન્ને વચ્ચે નિત્ય ભેદ છે, પૃથકતા છે. તેમના પંચભેદસિદ્ધાંત પ્રમાણે ભેદ વાસ્તવિક છે. ભેદના પાંચ અવાંતર પ્રકાર છે - જીવ-ઈશ્વર, જીવ-જડ, ઈશ્વર-જડ, જીવ-જીવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org