Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૪૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તરીકે ઈશ્વરનું વર્ણન પારમાર્થિક દૃષ્ટિએ મિથ્યા છે. જ્યાં સુધી જગતને સતું માનવામાં આવે ત્યાં સુધી જ ઈશ્વરની સત્તા ઠરે છે. પરમાર્થદષ્ટિએ તો ઈશ્વર કેવળ સત્યરૂપ, જ્ઞાનરૂપ, આનંદરૂપ - નિર્ગુણ બ્રહ્મ છે. ટૂંકમાં શાંકર સિદ્ધાંત પ્રમાણે નિર્ગુણ બ્રહ્મ એ સગુણ બહ્મ(ઈશ્વર)નું પારમાર્થિક સ્વરૂપ છે. તેથી જ ઈશ્વર અને બહ્મમાં ભેદ માનવો ભ્રામક છે. નિર્ગુણ બ્રહ્મ જ વાસ્તવિક પારમાર્થિક સત્તા છે, પરંતુ વ્યવહારમાં ઉપાસનાના હેતુએ સગુણ બ્રહ્મ - ઈશ્વરની કલ્પના કરવામાં આવે છે. બૌદ્ધિક તર્ક અને યૌગિક ધ્યાન હંમેશાં પરબ્રહ્મની કલ્પના પસંદ કરે છે ત્યારે ભક્તિને સગુણ ઈશ્વરની ઉપાસના રુચે છે; એવા સગુણરૂપના વર્ણનમાં શ્રી શંકરાચાર્ય કોઈ વાંધો જોતા નથી. પરંતુ અદ્વૈતમત મુજબ સત્યનો સાક્ષાત્કાર ક્રમશઃ આધ્યાત્મિક ઉન્નતિ દ્વારા જ શક્ય બને છે, તેથી શ્રી શંકરાચાર્યનું ધ્યેય ઈશ્વરવાદ ઉપરથી અદ્વૈતવાદ ઉપર લઈ જવાનું છે. મોક્ષ ઉપાય – શ્રી શંકરાચાર્યના મત અનુસાર આત્માનો શરીર સાથેનો અવિદ્યાજન્ય સંબંધ તે જ બંધન છે. આત્માને પોતાના શરીર અને મનથી અભિન્ન માનવો અને પોતાનો બ્રહ્મ સાથેનો અભેદ ભૂલી જવો એ જ અવિદ્યા છે. આ અવિદ્યાનો અંત થવાથી જીવને મોક્ષનો અનુભવ થાય છે. મોક્ષ એટલે આત્મા અને બહ્મના અભેદનો સાક્ષાત્કાર. આમ, મોક્ષ એ કોઈ નવીન ઉત્પત્તિ કે પ્રાપ્તિ નથી. જીવ પોતાનું સ્વરૂપ ભૂલી ગયો હતો, તેને પોતાના ખરા સ્વરૂપનું ભાન થવું એ જ મોક્ષ છે. આ મોક્ષની પ્રાપ્તિમાં જ્ઞાન સહાયક છે. કર્મ અને ભક્તિથી ચિત્ત શુદ્ધ થાય છે, પણ મોક્ષ મેળવવાનું સાક્ષાતું સાધન તો જ્ઞાન જ છે. જ્ઞાનપ્રાપ્તિ વેદાંત દર્શનના અધ્યયનથી થાય છે. વેદાંતસૂત્રોના અધ્યયન માટે સાચું અધિકારીપણું પ્રાપ્ત કરવું આવશ્યક છે, જે માટે સાધનચતુષ્ટયનું સૂચન કરવામાં આવ્યું છે. નિત્ય-અનિત્ય વસ્તુઓનો વિવેક, લૌકિક વસ્તુઓના ભોગ પ્રત્યે વૈરાગ્ય, મુમુક્ષુપણું તથા શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધિરૂપ આંતરિક ગુણોની સંપત્તિ એ સાધનચતુષ્ટયપૂર્વકનો વેદાંતનો અભ્યાસ કાર્યકારી નીવડે છે. વેદાંતના અભ્યાસનાં ત્રણ સોપાન છે - ૧) સદ્ગુરુના મુખેથી અર્થ સહિત શાસ્ત્રોનું સાંભળવું (શ્રવણ), ૨) શ્રવણ કરેલા ઉપદેશ ઉપર ઊંડું ચિંતન કરવું (મનન) અને ૩) મનન દ્વારા સ્થાપિત સત્યો ઉપર ધ્યાન કરવું (નિદિધ્યાસન). આમ કરવાથી વૃત્તિ બહ્માકાર થાય છે, અર્થાત્ આત્મા અને બ્રહ્મના અભેદનો સાક્ષાત્કાર થાય છે. આ અવસ્થાને શ્રી શંકરાચાર્ય જીવન્મુક્તિ કહે છે. જીવન્મુક્ત પુરુષના પ્રારબ્ધ કર્મનો જ્યારે ક્ષય થાય છે ત્યારે તે વિદેહમુક્ત બને છે, અર્થાત્ જીવન્મુક્ત પુરુષ જ્યારે ભૌતિક ઉપાધિઓથી વિમુક્ત થાય છે ત્યારે તે ફરી જન્મ ધારણ કરતો નથી, પણ તે બહ્મરૂપે રહે છે. ઉપસંહાર – શ્રી શંકરાચાર્ય ભારતવર્ષની સમગ્ર સંસ્કૃતિ ઉપર પોતાનો વિશિષ્ટ પ્રભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org