Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
પડ્રદર્શનપરિચય - ઉત્તર મીમાંસા (વેદાંત) દર્શન
૬૪૧
તથા જીવન્મુક્તનાં લક્ષણોનું વર્ણન આ અધ્યાયમાં છે. આમ, ‘બહ્મસૂત્ર' એ એક શ્રેષ્ઠ આધ્યાત્મિક ગ્રંથ ગણાય છે. (૪) વેદાંતના વિભિન્ન સંપ્રદાયો
શ્રી બાદરાયણ ઋષિ વેદાંતસૂત્ર' (બહ્મસૂત્રો દ્વારા ‘ઉપનિષદોનું અર્થઘટન કરવા ઇચ્છતા હતા. તેના વિભિન્ન સિદ્ધાંતોનો સમન્વય કરવાની તેમની ઇચ્છા હતી, પરંતુ ‘બહ્મસૂત્ર'નો તાત્પર્યાર્થ કેટલાક વિચારકોએ વૈતમાં કર્યો છે, તો કેટલાકે અદ્વૈતમાં કર્યો છે અને તેથી વેદાંતની અનેક શાખાઓનો જન્મ થયો. વેદાંતની તમામ પ્રચલિત શાખાઓ મહત્ત્વની બાબતોમાં એકબીજાથી જુદી પડતી હોવા છતાં એકસરખી રીતે શ્રી બાદરાયણ મુનિના ‘બહ્મસૂત્ર'ના જ તાત્પર્યાર્થીને યથાવત્ દર્શાવવાનો દાવો કરે છે. વેદાંતના વિભિન્ન આચાર્યોનું કથન જુદું જુદું ગણાય છતાં તેમાં કશું આશ્ચર્ય લાગવું જોઈએ નહીં અને તે પ્રામાણિક નથી એમ પણ માનવું જોઈએ નહીં, કારણ કે દરેક આચાર્ય પોતાના દેશ, કાળ, સંસ્કારપરંપરા અને તત્કાલીન વિચારધારાઓની અસર હેઠળ જાણ્યે-અજાણ્યે હોય છે અને પોતે જે અર્થ-નિર્ણય કરે છે એ જ સાચો છે એમ તેઓ શ્રદ્ધાપૂર્વક માને એ પણ સ્વાભાવિક છે. બ્રહ્મસૂત્ર' ઉપર જે ભાગો રચાયાં છે તેમાં બધા જ ભાષ્યકારોએ પોતપોતાની દૃષ્ટિએ વેદાંતનું પ્રતિપાદન કરવાનો પ્રયત્ન કર્યો છે. આથી કાળક્રમે દરેક ભાષ્યકાર વેદાંતના એક એક સંપ્રદાયના પ્રવર્તક બની ગયા. આવા મુખ્ય ભાષ્યકારોમાં શ્રી શંકરાચાર્ય, શ્રી રામાનુજાચાર્ય, શ્રી મધ્વાચાર્ય, શ્રી નિબાર્કાચાર્ય, શ્રી વલ્લભાચાર્ય વગેરેને ગણાવી શકાય. ૧- વેદાંત દાર્શનિકોના મત અનુસાર ધર્મરક્ષાના ત્રણ પ્રવર્તક બળો છે - અવતાર, સંત અને આચાર્ય. ધર્મ અને સદાચારની રક્ષા કરવા તથા અધર્મનો નાશ કરવા ઈશ્વર સ્વયં દેહધારી બને તે અવતાર; ધર્મની વિકૃતિઓ દૂર કરી, ધર્મના સાચા સ્વરૂપને આચરણ દ્વારા પ્રગટ કરે તેમજ ઈશ્વરનિષ્ઠાને અડગ બનાવે તે સંત અને ધર્મમાં પ્રાણ પૂરનાર તત્ત્વજ્ઞાનને બુદ્ધિગમ્ય બનાવે તથા તેને આચરણ દ્વારા ધર્મ સાથે વણી લે તે આચાર્ય. એવી પરંપરા છે કે કોઈ પણ આચાર્યો, પોતે જે કોઈ સિદ્ધાંત પ્રસ્થાપિત કરવા માંગતા હોય તે સિદ્ધાંતને પ્રસ્થાનત્રયીનાં વાક્યોથી સમર્થિત કરવો જોઈએ. પ્રસ્થાનત્રયીનાં સત્યો સ્વીકૃત સત્યો છે. તેની વિરુદ્ધ કોઈ આચાર્ય કાંઈ પણ કહી શકે નહીં. સમાન આધારગ્રંથો ઉપર ભિન્ન ભિન્ન મતોનું અવલંબન હોવાથી સ્વાભાવિક રીતે જ દરેક આચાર્યે બ્રહ્મસૂત્રો ઉપરનાં પોતાનાં ભાષ્યોમાં ‘બહ્મસૂત્ર'નાં વાક્યો પોતાના સિદ્ધાંતને અનુકૂળ થાય એ રીતે ઘટાવવાના પ્રયત્નો કર્યા છે. ૨- અહીં એટલી સ્પષ્ટતા કરવી જરૂરી છે કે સામાન્યપણે વેદાંત દર્શન એટલે માત્ર શ્રી શંકરાચાર્યપ્રણીત અદ્વૈત દર્શન એવી ભામક માન્યતા પ્રવર્તે છે. તે એટલે સુધી કે શાંકર વેદાંત એ વેદાંત શબ્દનો પર્યાય બની ગયો. શ્રી શંકરાચાર્યનું અદ્વૈત દર્શન તત્ત્વજ્ઞાનક્ષેત્રે અતિ ઉચ્ચ સ્થાન ધરાવે છે તેમાં બે મત નથી, પરંતુ વેદાંતની પરિસમાપ્તિ એકમાત્ર શાંકર દર્શનમાં સમજવી એ માન્યતા ભૂલભરેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org